Gujarat

અમરેલીના જેસરના રસ્તા પર કારનું ટાયર ફાટતા દંપતી ઈજાગ્રસ્ત થઈ

અમરેલી
અમરેલી જિલ્લામાં તમામ હાઇવે ઉપર વાહનો પુરપાટ સ્પીડે દોડી રહ્યા છે. ખાસ કરી મોટા વાહનો બસ ટ્રાવેલ્સ,ટ્રકો, ટ્રેલર સહિતના મોટા વાહનો, કાર ચાલકો અને બાઈક સવાર વધુ સ્પીડમાં વાહનો ચલાવી રહ્યા છે. તેની ઉપર રોક લાવવા માટે પોલીસ અને આર.ટી.ઓ.વિભાગ દ્વારા આળસ ખંખેરી કાર્યવાહી કરવાની જરૂર છે તો અકસ્માતની ઘટનાઓ પણ ઘટી શકે તેમ છે.અમરેલી જિલ્લામા અકસ્માતની ઘટના રોજબરોજ વધી રહી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના જેસર રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઓરા નામની કારમાં સવાર પતિ પત્ની પુરપાટ સ્પીડે જઈ રહ્યા હતા, તે દરમિયાન જેસર રોડ ઉપર ચારનાળા પાસે કારનુ ટાયર ફાટી જતા કાર ચારનાળામાં ખાબકી હતી અને કારમાં બેસેલા દંપતિનો બચાવ થયો હતો. જાેકે અકસ્માત બાદ આ પતિ પત્નીને નાના મોટી ઇજા થતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા અને પ્રથમ તેને ૧૦૮ મારફતે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટાયર ફાટતા કાર બેકાબુ થતા અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *