વડોદરા
વડોદરાના આજવા રોડ પર આવેલી સરદાર ઉદ્યોગનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધા મહેમુદાબાનુએ બાપોદ પોલીસ સ્ટેશનમાં પુત્ર સામે જ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગઇકાલે આસપાસ પુત્ર મોહંમદ સોહીલ આવ્યો હતો અને તેણે ઘરના ઉપરના માળની ચાવી આપો મારે નાના રૂમમાં રહેવું નથી. જેથી માતાએ તેને પહેલા માળે આવેલ મોટા રૂમની ચાપી આપી હતી. ત્યાર બાદ તેણે માતાને કહ્યું હતું કે, હું મારા રૂમમાં કંઇ પણ કરું તમારે મને કંઇ કહેવાનું નહીં કે મારા રૂમમાં આવવાનું નહીં. મેં તમને ચાર દિવસ પહેલા એક લાખ રૂપિયા આપ્યા હતા તે મને આપી દો તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી માતાએ દીકરાને કહ્યું હતું કે તે અમને કોઇ રૂપિયા આપ્યા નથી. જવાબ સાંભળીને દિકરો ઉશ્કેરાઇ ગયો હતો અને માતાને અપશબ્દો કહેવા લાગ્યો હતો. જેથી પિતા ગુલામરસુલ શેખે પણ પુત્રને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, ગુસ્સે ભરાયેલા પુત્ર મોહમદ સોહીલે પિતાનું ગળું પકડી લઇ ઝપાઝપી કરી હતી. જેથી માતાએ પિતા-પુત્રને છૂટા પાડ્યા હતા. દરમિયાન પુત્ર મોહમદ સોહીલે માતા-પિતાને ધમકી આપી હતી કે રૂપિયા પરત નહીં આપો તો જાનથી મારી નાખીશ. આ મામલે વૃદ્ધ માતાએ પુત્ર સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરાવી છે.વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં પુત્રએ માતા-પિતા સાથે ઝઘડો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં નોંધાઇ છે.
