Gujarat

અમરેલીના શખ્સને ગૌવંશની કતલ કરનાર તથા પશુઓ સાથે ક્રૂરતા આચરનાર ઈસમને પાસાની કાર્યવાહી પાલનપુર જેલ હવાલે કરવામાં આવ્યો

અમરેલીના  કસ્બાવાડ ખાતે રહેતા સાજીદ ઉર્ફે હાજી અલીભાઈ તરકવાડીયા નામના માથાભારે ઈસમ સામે પાસા વોરંટ ઈસ્યુ કરી તેને પાલનપુર જેલ હવાલે કરવામાં આવ્યો છે. ગૌવંશની કતલ કરવી,ગૌમાસનું વેચાણ કરવું,પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને મોકલવા તથા માથાભારે વર્તન કરનાર ઈસમની સામે પાસા તળે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઈસમ સામે બાબરા, અમરેલી, સાવરકુંડલા એમ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા તાજેતરના કેસો હતા તે ઉપરાંત ભૂતકાળમાં પણ તેના સામે કેસ નોંધાયા હતા. ઈસમ વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરતો હોય તેના સામે કડક કાર્યવાહી માટે પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો.આથી, મજકુર ઈસમને પોલીસ દ્વારા વોરંટ બજવણી કરી તેને પાલનપુર જેલ હવાલે કરવામાં આવ્યો છે….
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area

IMG-20220925-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *