Gujarat

અમરેલીની પ્રાઈવેટ હોસ્પિટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ બીજી વખત જાહેરમાં ફેંકાયેલો જોવા મળ્યો શુતંત્ર ખાનગી હોસ્પિટલો સામે પગલા ભરશે કે નહિ ???

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
અમરેલી,તા.૧૨ અમરેલીમાં જાહેર રસ્તા પર કેરીયા રોડ બાઈપાસ ચોકડીપાસે હોસ્પિટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ ફરી વખત
જાહેરમાં ફેંકાયેલો જોવા મળ્યો હતો. ત્યારે ફરી બીજી વખત નાંખવા માં આવ્યો આ વેસ્ટ કચરો મૂંગા અને અબોલ જીવો જેવાકે ગાય સહિતના પશુઓ દ્વારા ખાઈ જવામાં આવતા હોય અને આ કચરામાંથી સોય સહિતની વસ્તુઓ પણ ખુબજ નુકશાન કરતા હોય અમરેલીના શહેરીજનો અને પશુ પ્રેમીઓમાં ખુબજ કચવાટની લાગણી આ દ્રષ્યોમાં જોવા મળી રહી છે. અને લોકો દ્વારા જવાબદાર તંત્રને અહીં જાહેરમાં કચરો ફેંકી ગયેલાને કોઈપણ જાતની સેજ શરમ રાખ્યા વગર તાત્કાલિક કાર્યવાહી કરી કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અવાર નવાર અહીં બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવે છે તો આની સામે પગલાં ભરવામાં આવશે કે નહીં ??
હાલ કોરોના મહામારીનો કપરો સમય ચાલી રહ્યો હોય અને ત્રીજી લહેર દસ્તક દઈ ચુકી હોય સરકાર દ્વારા કડક અમલવારી ના આદેશો પણ આપી દેવામાં આવ્યા હોય અને આ રસ્તા પર અમરેલીની મોટામાં મોટી પ્રાઈવેટ સ્કુલો આવેલી હોય છે જયારે આ રસ્તા પરથી પસાર થતા વિધાર્થીઓ, રાહદારીઓ આ રસ્તા પરથી પસાર થતા હોય છે આ જાહેર રસ્તા પર ફેંકવામાં આવેલા કચરાથી લોકોનું આરોગ્ય ખતરામાં મુકાય શકે છે અને ગંભીર બીમારીઓ તેમજ રોગચાળો ફાટી નીકળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. ત્યારે અવાર નવાર અહીં કચરો ફેંકવામાં આવતા તેની સામે આરોગ્ય તંત્ર કડકમાં કડક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ખાનગી હોસ્પિટલો દ્વારા હોસ્પિટલોમાંથી દર્દીને સારવાર આપ્યા બાદ નિકળતા બાટલા, સીરીંઝ, પાટા, સહિતનો કચરો
ચોક્કસ પ્રકારની બેગમાં ભેગી કરી અને તેનો નિકાલ કરવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવેલું હોય અને સરકાર દ્વારા તેના
નિકાલના નિયમો પણ બનાવવામાં આવ્યા હોય તેમ છતા ખાનગી હોસ્પિટલો નિયમોનો બેફામ ઉલાળ્યો કરતી હોય તેવું આ
દ્રશ્યમાં સ્પષ્ટ દેખાઈ રહયું છે.
તંત્ર દ્વારા આ ખાનગી હોસ્પિટલોમાંથી નિકળતો મેડીકલ વેસ્ટ કચરો એ સરકારે સોંપેલ એજન્સીની જવાબદારી હોય પરંતુ અમરેલીની કેટલીક હોસ્પિટલો સરકાર દ્વારા બનાવવામાં આવેલા તમામ નિયમોને ઘોળીને પી ગયા હોય અને અમરેલીમાં જાહેરમાં આ બાયોમેડીકલ વેસ્ટ નાખીને તંત્ર અને કાયદાનો કોઈપણ જાતનો ડર રાખ્યા વગર અનેક વખત ઠાલવવામાં આવતો હોય છે. જયારે મૂંગા અને અબોલ જીવો જેવાકે ગાય, આખલા, સહિતના મુંગા જીવો આ કચરો ખાવા આવતા હોઇ અને આ કચરા સાથેજ બાયામેડીકલ વેસ્ટ અને તેમાં પણ ખાસ કરીને સોય, કાચની બોટલોને કારણે મૂંગા અને અબોલ જીવોને ઇજા થતી હોવાના દ્રષ્યો પણ અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે આવા ભયાનક દ્રષ્યો જોઈ પશુ પ્રેમીઓની લાગણી ખુબજ દુભાતી હોય છે. કચરાના નિકાલમાટે અમારા પ્રતિનિધિ જયસુખ સોજીત્રા દ્વારા પૂછવામાં આવતા સરકારી હોસ્પિટલના જવાબદાર સુત્રોએ જણાવ્યું તું કે ડેસ્ટ્રો મેડ બાઈયો કલીન રાજકોટ સ્થિત એજન્સીને આ બાયોમેડીકલ વેસ્ટ લઇ જવામાટેનો કરાર કરવામાં આવેલો જ છે અને તેના માટે ચોક્કસ ફી પણ નક્કી કરાવેલી જ છે તેમના દ્વારા આપવામાં આવતી સૂચના મુજબ ખાસ બેગમાં પેક કરી આવો બાયો મેડીકલ વેસ્ટ દરેક હોસ્પિટલોને રાખવાનો હોઇ છે અને આ કચરાને જાહેરમાં ફેંકી શકાતો જ નથી જયારે અમરેલીમાં ખાનગી હોસ્પિટલો ખુલ્લે આમજ કાયદાનુ ઉલ્લંઘન કરી રહી છે ત્યારે મૂંગા અને અબોલ જીવો તેમજ બાળકો અને લોકોના આરોગ્યને ધ્યાને લઇ વહેલામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ અમરેલી વાસીઓ દ્વારા ઉઠવા પામી છે. હવે લોકોએ જોવાનું એજ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહિ.
જૈનિક સોજીત્રા અમરેલી

IMG_20220113_181157.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *