અમરેલી
રાજુલા તાલુકામાં હિંડોરણા ચોકડી નજીક મહુવા રોડ પર પાર્કિંગમાં રહેલા ટ્રક નંબર જી. જે. ૧૪ ટી.૪૬૯૫ પડ્યો હતો ત્યારે ૨૨-૬-૨૨ની કોઇ અજાણ્યા શખ્સો રૂા. ૧૨૪૦૦ની કિંમતની બે બેટરી ચોરી કરીને લઇ ગયા હતા. આ અંગે જે તે સમયે રાજુલા પોલીસમાં ગુનો નોંધાયો હતો. આવી જ રીતે થોડા દિવસ બાદ પીપાવાવમાં કોવાયા રોડ પર ખુલ્લી વાડીમાં પાર્ક કરેલા ટ્રકમાંથી અજાણ્યા શખ્સો બે ટ્રકમાંથી રૂા. ૧૬ હજારની કિંમતની ૪ બેટરી ચોરી કરીને લઇ ગયા હતાં. એલસીબીના પીઆઇ આર. કે. કરમટા તથા તેની ટીમે બાતમીના આધારે જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામના મનુ નાથા મકવાણા (ઉ.વ.૨૮), મુકેશ ટપુ સોલંકી (ઉ.વ.૨૧) અને લાલજી ચોથા સોલંકી (ઉ.વ.૩૧) નામના તસ્કરોને ઝડપી પાડ્યા હતા. આ શઅ્સોના રહેણાંકની તલાશી લેતા કુલ ૯ ચોરાઉ બેટરી મળી આવી હતી. પોલીસે તેની પાસેથી કુલ ૩૮૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા ત્રણ પૈકી બે શખ્સો રીઢા ગુનેગાર છે. મનુ મકવાણા વિરૂધ્ધ અગાઉ જુગાર અને દારૂ સહીત ચાર ગુના નોંધાયા છે. જ્યારે લાલજી સોલંકી વિરૂધ્ધ પણ દારૂ જુગાર સહીત ૭ ગુના નોંધાયા છે. જે હવે ચોરીના રવાડે ચડ્યા હતા.રાજુલા પંથકમાં પાછલા કેટલાક સમયથી રસ્તા પર પડેલા વાહનોમાંથી બેટરીની ચોરી કરતી ગેંગ સક્રીય થઇ હતી. આજે એલસીબીની ટીમે લોઠપુર ગામની આ ગેંગની ઝડપી લઇ ત્રણ શખ્સોની ૩૮૨૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.


