વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
રાજુલા શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા હરાજી બંધ કરવામાં આવી હતી. અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં કપાસનો ભાવ ન મળતા ખેડુતોએ વિરોધ કર્યો હતો. અને ખેડૂતો બહોળી સંખ્યામાં એકઠા થયા અને રોષે ભરાયા હતા.અને સાથે સાથે રાજુલા ભારતીય કિસાન સંઘનાં તાલુકા પ્રમુખ સહીત ટીમ ખેડુતોનાં સમર્થનમાં આવી હતી. અને હાલમાં હરાજીનું કામકાજ બંધ છે. જ્યાં સુધી ખેડૂત લોકોને પૂરતા પ્રમાણમાં ભાવ નહીં મળે ત્યાં સુધી હરાજી બંધ રહેશે. અને ખેડૂતો ૩૦૦ થી ૫૦૦ રૂપિયા જેટલો ભાવ મળતાં ખેડુતોમાં નારાજગી જોવા મળી હતી. અને ખેડૂતો સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. અને જો ખેડૂત અને આવી રીતના કપાસના નીચા ભાવ મળશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. અને ખેડૂત લોકોની એક જ માંગ છે કે, અમોને કપાસનું વાવેતર કરીએ છીએ તેના કરતાં પણ ઓછો ભાવ મળે છે. તો શું ખેડૂતોને કપાસ વેચવા યાડ માં આવે તો ખોટ ખાઈને કપાસ વહેચે તેવી સ્થિતિ સર્જાઈ છે. અને વહેલામાં વહેલી તકે કપાસના ભાવો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી ખેડૂતો માંગ ઉઠી છે……