Gujarat

અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ પાંખ દ્વારા કાયમી પ્રમુખ માટેની  ચૂંટણી યોજાઈ.. સર્વાનુમતે સુરેશભાઈ દેસાઈની કાયમી પ્રમુખ પદે નિયુક્તિ.

જીલ્લાના તમામ દૈનિક અખબારનાં તંત્રી શ્રી અને વરિષ્ઠ પત્રકાર મિત્રો રહ્યા હાજર.
અમરેલી જિલ્લામાં પત્રકાર એકતા પરિષદનો પાયો વધુ મજબૂત કરવા માટે  પ્રદેશ અઘ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા સાહેબ દ્વારા કાર્યકારી પ્રમુખ ની નિયુક્તિ કરવામાં આવી હતી.
હવે ગુજરાતભરમાં અધિવેશન નો દોર ચાલુ થયો છે અને આગામી સમય માં અમરેલી જિલ્લો પણ ગુજરાત ના અન્ય જિલ્લા સાથે ખભે ખભો મિલાવી અને અમરેલી જિલ્લામાં પણ પત્રકાર એકતા પરિષદ નું નામ ગુંજતું કરી શકે માટે વ્યવસ્થા અને જવાબદારી માટે કાયમી પ્રમુખની  ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..
આજની આ અગત્ય ની બેઠક માં અમરેલી જિલ્લાના પત્રકાર મિત્રો સહિત દૈનિક સમાચાર પત્રોના તંત્રી શ્રી તેમજ વરિષ્ઠ પત્રકાર મિત્રો – વડીલો પણ હાજર રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ શ્રી દ્વારા ઉપસ્થિત તમામ પત્રકારમિત્રો ને સંગઠન ની સ્થાપના થી આજદિન સુધીનાં કાર્યો, સંગઠન ની કાર્યપધ્ધતિ અને સંગઠન થી. થતા લાભ વિશે અવગત કરાવ્યા હતા.
પત્રકાર એકતા પરિષદ ની કાર્યપદ્ધતિ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી કાયમી પ્રમુખ માટે દરખાસ્ત માંગાવતા એક સૂરે સુરેશભાઈ દેસાઈ નાં નામ ની દરખાસ્ત આવતા સર્વાનુમતે શ્રી સુરેશભાઈ ને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી..
નવા પ્રમુખ સાથે નવી જિલ્લા કારોબારીમાં ઉપ પ્રમુખ પદે શ્રી પ્રતાપભાઈ વરું, કાળું ભાઈ કનોજીયા, ભરતભાઈ વિષ્ણુસ્વામી , મહામંત્રી પદે જયસુખભાઇ સોજીત્રા, મંત્રી પદે પંકજભાઈ મહેતા , ભાણજીભાઈ બગડા, સહમંત્રી પદે જીલુભાઈ વાળા અને આઇ.ટી.સેલ માં ભાવેશભાઈ વાઘેલા ને સર્વાનુમતે નિયુક્ત કરી ફૂલહાર પહેરાવી બહુમાન કર્યું હતું.
નવનિયુક્ત પ્રમુખ શ્રી દ્વારા વહેલી તકે તમામ તાલુકાની કારોબારી ની ખરાઈ કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવા અને અન્ય જીલ્લાઓ ની સાથે કદમ થી કદમ મિલાવી અમરેલી પણ અગ્ર હરોળમાં આવે તેવા પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી..
કાર્યક્રમના અંતે સૌ મિત્રો સ્વરૂચી ભોજન લઇ છુટ્ટા પડ્યા હતા

IMG-20220725-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *