વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
અમરેલી તાલુકાના સરપંચો દ્વારા અમરેલી જીલ્લા વિકાસ અધિકારી ને વિકાસ ગ્રાન્ટોના કામોમાં જુના SOR રેટ સત્વરે સૂધારો કરી નવા ભાવો મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી સરકારશ્રી ના વિવિધ વિકાસ લક્ષી ગ્રામ પંચાયત હસ્તક કામો કરવા માટે જુના SOR રેટ મુજબ ઈંટના રૂપિયા ૪!! લોખંડ રૂ ૪૫ સિમેન્ટના રૂ ૨૯૦ જેટલા છે તેમજ રેતી કપચીના ભાવો પણ આજ રીતે જુના હોવાથી હાલ ગ્રામ પંચાયતોને વિકાસના કામોમાં ઈંટો રૂ ૮ થી વધુનો બજાર ભાવ છે સિમેન્ટના રૂ ૩૬૫ જેટલાં છે અને લોખંડના ૬૮ રૂ હોવાથી આ કામો કરવા મોટું ડી ફ્રન્ટસ રેટ હોવાથી કામો પુર્ણ કરવામાં શક્ય નથી તો આ બાબતે સત્વરે સરકારશ્રી અને સંબંધિત વિભાગ તરફથી નવા એસ ઓ આર રેઈટ મંજૂર કરવા સત્વરે આદેશ થવા વિનંતી કરી હતી અમરેલી તાલુકાના સરપંચો દ્વારા તેવુ નાથાલાલ સુખડીયા ની યાદીમાં જણાવેલ છે


