આથી ભંગારના તથા જુના મોટર સાયકલ વાહનો ખરીદવામાં રસ ધરાવતા GST ધારક વેપારીઓને જણાવવાનું કે, અમરેલી સીટી પો.સ્ટે.માં (૧) GP ACT ૮૨ મુજબ કબ્જે લેવામાં આવેલ કુલ-૬૩ મો.સા. તથા (૨) માનનીય કોર્ટ દ્વારા ખાલસા કરેલ કુલ-૦૪ મોટર વાહનોની હરાજી તા.૨૦/૦૧/૨૦૨૨ ના રોજ સવારના ક.૧૧/૦૦ વાગ્યે અમરેલી સીટી પો.સ્ટે. રાખવામાં આવેલ છે. આ હરાજીમાં રસ ધરાવતા વેપારીઓએ સમય પહેલા રૂ.૧૦,૦૦૦/- રોકડા ડીપોજીટ ભર્યેથી હરાજીમાં ભાગ લઇ શકાશે. વેપારીએ ઉપજેલ રકમની GST રકમ ચુકવ્યા બદલ પાવતી રજુ કર્યેથી વાહનોનો હવાલો મળવા પાત્ર થશે. હરાજી કરવાના વાહન અમરેલી સીટી પો.સ્ટે.માં જોઇ શકાશે. હરાજી મંજુર રાખવી કે નહી તેનો અબાધિત અધિકાર હરાજી કરનાર સક્ષમ અધિકારીનો રહેશે. વધુ વિગતો માટે રૂબરૂ અથવા ફોન નંબર (૦૨૭૯૨) ૨૨૩૫૫૦ ઉપર સંપર્ક કરવો. સ્થળ- અમરેલી સીટી પો.સ્ટે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


