સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
પે.સેન્ટર શાળા નંબર ૧ સાવરકુંડલામાં ત્રણ વર્ષથી અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન દ્વારા સ્ટેમ લેબ ચાલે છે બાળકો જાતે જ વિજ્ઞાનના અલગ અલગ મોડલ બનાવે છે આ સંસ્થાના સહયોગથી કોરોના મહામારી ના કપરા કાળ દરમિયાન બાળકો પોતાના ઘરે સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે શાળાને ટેબલેટ ફાળવવામાં આવ્યા છે
તારીખ ૨૧ જાન્યુઆરીના રોજ પે.સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે AIF ના કો-ઓર્ડિનેટર અલ્તાફભાઈ પઠાણ કાઉન્સિલર નગમાબેન જાખરા એસએમસી અધ્યક્ષ શ્રી ચતુરભાઈ, એસએમસી સભ્યોની હાજરીમાં કેવડા પરા વિસ્તાર ,બીડી કામદાર વિસ્તાર, આંખની હોસ્પિટલનો વિસ્તાર કાણકિયા કોલેજ બાજુનો વિસ્તાર, ઇન્દિરા વસાહત વગેરે વિસ્તારમાં વસવાટ કરતા બાળકોને ટેબ્લેટ અપાયાં
ઉપસ્થિત વાલીઓને તેમજ બાળકોને ટેબ્લેટનો ઉપયોગ અંગે આચાર્યશ્રી મહેશભાઈ જાદવ દ્વારા માર્ગદર્શન અપાયું શિલ્પા બેન દેસાઈ દ્વારા હોમ લર્નીંગ, whatsapp કસોટી વગરનું માર્ગદર્શન આપવામાં આવ્યું હિતેશભાઈ જોષી તથા AIF કોડિનેટર દ્વારા બાળકોને ટેબલેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે સરસ માર્ગદર્શન આપ્યું જીતેન્દ્રભાઈ તેમજ નમ્રતાબેન દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવેલ ટેબલેટ વિતરણ થી ઉપસ્થિત વાલીશ્રીઓ ખુબ રાજીપો વ્યક્ત કરેલ તેમજ અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન સંસ્થા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ


