Gujarat

આંબા હોટલ ખાતે ફોટો ગ્રાફરોની મીટીંગ યોજાઈ

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
આંબા હોટલ ખાતે ફોટોગ્રાફરો ની મીટીંગ યોજાઇ હતી.આ મિટિંગમાં કઠલાલ,કપડવંજ તેમજ દસકોઈ તાલુકા માંથી મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો, સ્ટુડિયો સંચાલકો અને વિડીયો ગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં આવનાર સમયમાં ફોટોગ્રાફી ના વ્યવસાયને કોમ્પિટિશનના સમયમાં કેવી રીતે ટકાવી રાખવો તેમજ કેવી નવી અપડેટ કરવી તથા હાલમાં ગ્રાહકોને કેવું કામ પસંદ પડશે જેવી બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન યુડી ડિજિટલ પ્રેસ દ્વારા ફોટોગ્રાફી વર્કશોપ અને ફોટો ગ્રાફીની નવી વસ્તુ ઓ તેમજ અપડેટ વિશે સૌને માહિતગાર કરી રજૂ કરવામાં આવી હતી.

IMG-20220807-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *