Gujarat

આખરે સાવરકુંડલાની નાવલીનાં ખમીર, સાવરકુંડલા શહેરનાં ગૌરવ સમા સાંધ્ય દૈનિક અકિલાના જાગૃત પત્રકાર પોતાની વાત બેબાક નિર્ભિક રીતે રજૂ કરનારા સ્પષ્ટવકતા અને સામાજિક આગેવાન ઈકબાલભાઈ ગોરીને ગુજરાત રાજ્ય કક્ષાએ સ્થાન મળ્યું. ઈકબાલભાઈ પર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલાના બાહોશ યુવા પત્રકાર ઈકબાલભાઈ ગોરીની પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્ય માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે ગુજરાત રાજ્યના માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ વજીરખાન પઠાણ દ્વારા ઇકબાલભાઇ ગોરીની વરણી કરતા સમગ્ર રાજ્યના મુસ્લિમ સમાજમાં નિમણુંકને આવકારવામાં આવી રહી છે, ઈકબાલભાઇ ગોરી વફાદારીથી વર્ષોથી કોંગ્રેસ સાથે રહીને અસંખ્ય ગણનાપાત્ર  લોકઉપયોગી કર્યો કર્યા છે, તેમજ શ્રી ગોરી અગાઉ અમરેલી જિલ્લા કૉંગ્રેસ લઘુમતી સેલમાં, અમરેલી જિલ્લા કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે તેમજ અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે સેવાઓ આપી ચુક્યા છે, તદુપરાંત ગુલીસ્તાન એજયુકેશન ટ્રસ્ટ – સાવરકુંડલાના ચેરમેન તરીકે તેમજ અખિલ ગુજરાત સિપાહી સમાજના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યાં છે, “ગરીબોના બેલી” અને “અડધી રાતના હોંકારા” સમાન ઇકબાલભાઇ ગોરી સાવરકુંડલા વિસ્તારમાં ૧૦૮ જેવું કામ કરી રહ્યા છે, અને તેઓ ગુજરાતના માતબર અખબાર અકિલાના સંવાદદાતા તરીકે વર્ષોથી સેવાઓ આપીને પત્રકારત્વ ક્ષેત્રે પણ મોટી નામના મેળવી છે, ત્યારે ઈકબાલભાઈ ગોરીની પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્ય માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી તરીકે નિમણુંક થતા તેમના ચાહક વર્ગમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે, અને પ્રશંસકો અને મિત્ર વર્તુળ દ્વારા ચારો તરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.આ વરણીને ધારાસભ્ય ગયાસુદીન શેખ. ઇમરાનભાઈ ખેડાવાળા. જાવેદબાપુ પીરજાદા . કદીર પીરજાદા  પૂર્વ વિરોધપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર. ધારાસભ્ય અમરીશભાઈ ડેર. ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત  . જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી. ગુજરાત મહિલા કૉંગ્રેસના ઉપપ્રમુખ જેનીબેન ઠુમ્મર. વિદ્વાન એડવોકેટ રફીકભાઈ મોગલ, માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા,નરેશભાઈ અધવરીયું.મુઝફ્ફરહુસૈન યું.મુઝફ્ફરહુસૈન સૈયદ,ટીકુંભાઈ વરૂ સમીર કુરેશી વિગેરે કૉંગ્રેસી આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ હતા
Attachments area

IMG-20220107-WA0270.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *