Gujarat

આગામી તા.19 સપ્ટેમ્બરના રોજ ગુલાબકુંવરબા આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઘૂંટણની તકલીફો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન

જામનગરની શ્રી ગુલબકુંવરબા આયુર્વેદ હોસ્પિટલમાં આગામી તા.19 સપ્ટેમ્બરને સોમવારના રોજ ઘૂંટણ, સાંધાનો દુખાવો, સંધીવાતનાં દર્દીઓ માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોને ઘૂંટણનો દુખાવો, ઘૂંટણના સોજા, ઘૂંટણની મર્યાદિત હિલચાલ, ચાલવામાં તકલીફ પડવી, ચાલતી વખતે ઘૂંટણમાં અવાજ આવવો, સાંધાની તકલીફમાં કારણે રોજિંદા જીવનમાં ઊભી થતી તકલીફ, હાડકા તેમજ સાંધાના ઘસફા હોય તેઓએ ઓ.પી.ડી.નં.2(104), પંચકર્મ ભવન, પહેલા માળે સવારે 9 થી 12 તથા સાંજે 4 થી 6 દરમિયાન હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *