સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી ખાતે આજરોજ પ. પૂ. શ્રી બિહારી સાહેબની ૧૬ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ પ્રકારના સેવા પ્રકલ્પો દ્વારા ખૂબ જ ભક્તિપૂર્ણ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી.
આ પાવન અવસર પર “શ્રી બિહારી સાહેબ વ્યાયામશાળા તથા બાલવાટિકા” નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ લોકાર્પણ પ પું શ્રી ઉષામૈયાના વરદ હસ્તે શ્રી નારણદાસ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અનેક સાધુ સંતો અને અનેક સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. પૂર્વ કૃષિમંત્રી શ્રી વી વી વઘાસિયા સાહેબ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી ડી કે પટેલ સાહેબ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જયસુખભાઇ, શ્રી પ્રવીણભાઈ સાવજ શહેર ભાજપ પ્રમુખ, શ્રી રાજુભાઇ નાગ્રેચા શહેર ભાજપ મહામંત્રી જેવા અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.


