સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
હાથસણી ગામ પંચાયત ભવન નું લોકાર્પણ વૈદિક મંત્રો સાથે શાસ્ત્રીશ્રી ચંદ્રકાંતભાઈ ત્રિવેદી .અનંતરાયભાઈ બોરીસાગર દ્વારા પૂજનવિધિ કરવામાં આવેલ હતી આ લોકાર્પણ પ્રસંગે હાથસણી ગામ પરિવારના તમામ જ્ઞાતિ સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉદ્દઘાટક સરપંચશ્રી શિવરાજભાઈ ખુમાણ વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ. આ તકે ગામના હરેશભાઈ બોરીસાગર, મહેશભાઈ કુંજડિયા, સુરેશભાઈ સુતરિયા, પૃથ્વીરાજભાઈ ખુમાણ, બચુભાઈ ખુમાણ, બાવચંદભાઈ હિરપરા, પૂર્વ સરપંચ ધીરુભાઈ બુહા, રામજીભાઈ ગજેરા તેમજ તલાટી કમમંત્રીશ્રી કાજલબેન તેમજ હાથસણી પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.


