Gujarat

આજે આમ આદમી પાર્ટી દરેક વ્યક્તિ માટે પહેલી પસંદ બની ગઈ છે: જગમાલભાઈ વાળા

*આવનારી ચૂંટણી ગુજરાતની જનતા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે: જગમાલભાઈ વાળા*
*આંકોલવાડીના ઉપસરપંચ અને રામદેવપીર સામાજિક સેવા ટ્રસ્ટના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.*
*આંકોલવાડીના સેંકડો સમાજ સેવકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.*
*ગુજરાતના લોકો અરવિંદ કેજરીવલજીના કામ થી ઘણા પ્રભાવિત થયા છે: જગમાલભાઈ વાળા
સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ વિધાનસભાના ઉમેદવાર જગમાલભાઈ વાળાએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના જનસેવાના કાર્યો થી પ્રભાવિત થઈને સમાજ સેવા કરનાર દરેક વ્યક્તિ હવે ‘આપ’માં જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ઝડપથી પ્રગતિ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ જી આ દેશની એકમાત્ર આશા છે અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી જ લોકોની એકમાત્ર ઉમ્મીદ છે. અને આ વાત હવે ગુજરાત ના લોકો પણ સમજી રહ્યા છે એટલે આમ આદમી પાર્ટી ને ગુજરાત ની જનતા તરફથી અથાગ પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટી દરેક વ્યક્તિ માટે પહેલી પસંદ બની ગઈ છે. જેના કારણે લોકો સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ કડી માં આગળ વધુ લોકો ‘આપ’માં જોડાયા છે.
ગીર સોમનાથ જિલ્લાના 91 તાલાળા વિધાનસાભા માંથી રામાણી બાબુભાઈ (નાનજીભાઈ) ગોરધનભાઈ જે 25 વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે અને અઢી વર્ષથી ઉપસરપંચ છે. તેઓ BSP માંથી 2007માં તાલાળા વિધાનસભાથી ચૂંટણી પણ લડેલા છે અને રામાણી બાબુભાઈ રામદેવપીર સામાજિક સેવા ટ્રસ્ટ આંકોલવાડીના ટ્રસ્ટી પણ છે. આંકોલવાડી, તાલાળા થી જ બીજું નામ હરસુરભાઈ ભીખાભાઈ ગઢવીનું છે જે રામદેવપીર સામાજિક સેવા ટ્રસ્ટના પ્રમુખ છે. અને આંકોલવાડી ત્રીજું નામ કમલેશભાઈ બોઘાભાઈ બાભંગા (ભરવાડ)નું છે. આ મહાનુભાવો અરવિંદ કેજરીવાલજીની મુદ્દાની રાજનીતિ થી પ્રભાવિત થઈને તેમના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
 રામાણી બાબુભાઈ ગોરધનભાઈ, હરસુરભાઈ ભીખાભાઈ ગઢવી અને કમલેશભાઈ બોઘાભાઈ બાભંગા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ વિધાનસભાના ઉમેદવાર જગમાલભાઈ વાળાના હસ્તે ટોપી અને ખેસ પહેરીને સન્માનપૂર્વક આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેમનું સમગ્ર આમ આદમી પાર્ટીના પરિવાર તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા મહિનાઓથી અરવિંદ કેજરીવાલજી ગુજરાત પ્રવાસે છે. અને વારંવાર ગુજરાત આવીને ગુજરાતની જનતાને ગેરંટીઓની ભેટ આપી રહ્યા છે. અત્યાર સુધી અરવિંદ કેજરીવાલજીએ શિક્ષા, સ્વાસ્થ્ય, વીજળી, રોજગાર, આદિવાસી, મહિલા અને વેપાર ક્ષેત્રે એવી મહત્વપૂર્ણ ગેરંટીઓ આપી છે જેવી આજ સુધી કોઈ સરકારે આપી નથી અને તે ગેરંટીના પુરાવા રૂપે આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં પણ સંપૂર્ણ પણે જનતાની સુખ સુવિધા માટે કામ કરી બતાવ્યું છે. જેનાથી ગુજરાતના લોકો અરવિંદ કેજરીવલજીના કામ થી ઘણા પ્રભાવિત થયા છે. આવનારી ચૂંટણી ગુજરાતની જનતા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
*આમ આદમી પાર્ટી ગુજરાત*

IMG-20220825-WA0244.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *