Gujarat

આજે વિજયા દશમી ના દિવસે છોટાઉદેપુર પોલીસ દ્વારા શસ્ત્ર પૂજા કરી શાંતિ સલામતી માટે પૂજા અર્ચના કરવામાં આવી છે

આજે દશેરા ના દિવસે સમગ્ર દેશમાં ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજા, વાહન પૂજા અને અશ્વ પૂજા કરી જિલ્લામાં શાંતિ સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકની સાથે, નાયબ પોલીસ અધિક્ષકો અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ની સાથે જિલ્લાના તમામ પોલીસ મથકોમાં પણ શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221005-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *