Gujarat

આણંદમાં મરી જવાની ધમકી આપી યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું

આણંદ
આણંદ તાલુકાના બેડવા ગામમાં રહેતી એક કિશોરી ઉંમર ૧૫ વર્ષ અને ૮ માસને ગામના શખસે પોતે દવા પી જઈ મરી જવાની વારંવાર ધમકી આપતો હતો. આ ધમકીથી ડરીને સગીરા તેના વશમાં થઇ ગઈ હતી. આ તકનો લાભ લઇ કિશોરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી ડરી ગયેલી કિશોરી ઘરે સુનમુન રહેતી હતી. જેથી તેણીના પરિવારજનોએ પ્રેમપૂર્વક પૂછપરછ કરતા ગામના શખસે પોતે દવા પી મરી જવાની ધમકી આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હોવાનું જણાવ્યું હતું. જેથી કિશોરીના પરિવારજનો ચોકી ઉઠ્‌યા હતા. બાદમાં તેણીની માતાએ ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદના બેડવા ગામે રહેતી ૧૫ વર્ષિય સગીરાને ઇમોશ્નલ બ્લેક મેઇલીંગ કરી યુવકે અવાર નવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ શખસે સગીરાને વારંવાર ઝેરી દવા પી મરી જવાની ધમકી આપતો હતો. આ ધમકીથી સગીરા ડરી ગઈ હતી અને યુવકે તેનો ગેરલાભ લઇ અલગ અલગ સ્થળે લઇ જઇ દૂષ્કર્મ ગુજાર્યાં હતાં. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

File-02-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *