સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ઓહો, આ કેવું વૈચિત્રમ.. કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં ઘટાડો અને ડોમેસ્ટિક એલ.પી.જી.ગેસ ના બાટલામાં રૂપિયા ૫૦ નો વધારો. વધતાં ભાવોથી ગૃહિણીઓ સતત પરેશાન. ગૃહિણીઓના રસોડાનાં ખર્ચમાં વધારો થતાં હવે ક્યાં કાપ મૂકવો એની મૂંઝવણ.?? ખરેખર સાંપ્રત સમયમાં એવરેજ જોઈએ તો ભાવવધારા સિવાય બીજું કશું જોવા નહીં મળે.!! લોકોની આર્થિક ઉપાર્જનની ક્ષમતા કરતાં આ ભાવવધારાનો દૈત્ય હમેશાં શિરમોર રહે છે. આમ જનતા માટે પ્રતિદિન જીવન દોહ્યલું બનતું જાય છે. એમાં ઓછામાં પૂરૂં હોય તેમ અમુક ખાદ્ય ચીજોને પણ હવે જીએસટીના દાયરામાં લાવવાની હિલચાલ જોવા મળે છે. આમ ઇન્સાન આજે પરેશાન જોવા મળે છે. સચ કહતે હૈ યે મહેંગાઈ નિગોડી દાયન બન ચૂકી છે. હવે આ મોંઘવારીનાં ખપ્પરમાં આમજનતાનો ખો નીકળી રહ્યો છે અને તંત્ર હજુ કેના પર વેરો નાખવો એ માટે સંશોધન કરી રહ્યું છે.
