Gujarat

ઉનામાં ચાલું સભામાં પિતા-પુત્રએ મહિલા સરપંચ સાથે ગાળો કાઢી, જાહેરમાં મારી નાખવાની આપી ધમકી

ઉના
ઉનાના મેણ ગ્રામ પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં ચાલું સભામાં જ ગામના માથાભારે શખ્સો પિતા-પુત્રએ મહીલા સરપંચને ભુંડી ગાળો કાઢી હાથ-પગ ભાંગી નાખીશું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે મહીલા સરપંચે પોલીસ તેમજ પંચાયતમાં અનઅધિકૃત કામો કરાવવા સરકારી કામોમાં રૂકાવટ કરતા હોવાના આક્ષેપ સાથે જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલીક યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તા.૨૧ સપ્ટે.૨૦૨૨ના રોજ મેણ ગ્રામ પંચાયતની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતના સદસ્યો સહિતના હાજરીમાં પંચાયત બેઠકની કાર્યવાહી શરૂ હતી. ત્યારે સાગર ઉકાભાઇ પરમાર તથા તેના પિતા ઉકાભાઇ દેવાભાઇ પ૨મા૨ ઉર્ફે લગર પંચાયતમાં આવીને મહિલા સરપંચ રેણુકાબેન સાંખટને કહ્યું કે, દુકાનના બાંધકામમાં સહી સીક્કા મારી આપો. ત્યારે મહીલા સરપંચે તેમને કહ્યું કે, તે અમારી સત્તામાં નથી, તેથી સહી સિક્કા કરવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાઇ ગયેલા સાગર ઉકાભાઇ પરમારે મહિલા સરપંચ રેણુકાબેનને બિભત્સ શબ્દોમાં ગાળો આપી તોફાન કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ અંગે મહિલા સરપંચે પોતાની જાનનું જાેખમ હોઈ રેણુકાબેને પોલીસમાં જાણ કરી છે. તેમના રહેણાંક મકાનની બાજુમાં આ શખ્સો રહે છે અને તેમની પત્ની હંસાબેન ઉકાભાઈ પરમાર આખો દિવસ બિભત્સ શબ્દોમાં ગાળો બોલે છે. આથી અમારા પરીવાર ઉપર જીવલેણ હુમલો કરે તેવી પુરી દહેશત રહેલી છે. આવા માથાભારે શખ્સો અમારી પાસે અનઅધિકૃત ૫૨મીશન આપવા અત્યાચાર ગુજારે છે. આ ઉપરાંત અગાઉના પૂર્વ સરપંચ કરશનભાઇ સોલંકી ઉપ૨ આ શખ્સોએ એટ્રોસીટીની ફરીયાદ કરી હતી. આમ આ લોકોએ સરકાર દ્વારા રહેણાંક હેતુ માટે આપેલા મફત પ્લોટની શરતનો ભંગ કરી દુકાનો બનાવેલ છે. આથી અનઅધિકૃત દબાણો દૂર કરાવવા યોગ્ય કાર્યવાહી કરી પગલા ભરવામાં આવે તેવી લેખિત રજુઆત વેરાવળ જીલ્લા વિકાસ અધિકારીને કરી હતી. આ બાબતે અગાઉ તા.૧૬ જુન ૨૦૨૨ના રોજ ઉના પોલીસને લેખીત ફરીયાદ આપી હોવા છતાં પોલીસ દ્વારા આવા માથાભારે શખ્સો સામે કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ મહિલા સરપંચ રેણુકાબેન સાંખટે કર્યો છે.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *