ગિરગઢડા
ભરત ગંગદેવ.
ઉના શહેર યુવા ભાજપ દ્વારા પ્રદેશ મોવડી મંડળના અપાયેલ સૂચન મુજબ પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ દ્વારા કમલમ ખાતેથી વિસ્તારક યોજનાનો પ્રારંભ કરાવામાં આવ્યો હતો જે અંતર્ગત ૯૩-ઉનાવિધાનસભામાં શહેરના તમામ વોર્ડમાં યુવામીત્રો જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં 25 ડિસેમ્બર થી શરૂ થયેલ વિસ્તારક યોજના બાદ મહાસંપર્ક અભિયાનમાં યુવાનો ને યુવા મિત્રો બનાવી પાર્ટીની યોજનાઓ વિષે માહિતીગાર કરવામાં આવ્યા સાથે રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડી મિસકોલ કરાવી નમોએપ ડાઉનલોડ કરાવી BJYM GUJRATમાં જોડ્યા જેમાં જીલ્લા પ્રમુખ હિતેશભાઈ ઓઝાના તેમજ મંડલ પ્રભારી કૃણાલભાઈ સોલંકી માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,મહામંત્રી કિરીટભાઈ વાજા,ઉપપ્રમુખ હિતેશભાઈ દિવેચા,ન.પાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી,કિશનભાઈ મકવાણા,લાલજીભાઇ પરમાર,ભોનેશભાઈ પેશવાની,હિરેનભાઈ સોલંકી,અરુણભાઇ,ભાવેશભાઈ ડાભી, કલ્પેશભાઈ ડાભી તેમજ ભોલુભાઈ બાંભણીયા સ્થાનિક કોર્પોરેટર સહિત બહોળી સંખ્યામાં યુવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા સાથે યુવાનોને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી


