Gujarat

ઉના સરકારી હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનું ઇ લોકાપર્ણ કરાયું.

ઊના – ઊના સરકારી હોસ્પીટલ ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આઈ. કે.ડી. આર.સી. અમદાવાદ દ્વારા સંચાલિત ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત અત્યાધુનિક ડાયાલિસિસ સેન્ટરનું ઈ લોકાર્પણ સમારોહ તેમજ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી પ્રિવેન્ટિવ થેરાપીનું રાજ્ય વ્યાપી અમલીકરણ અને વૈશ્વિક યુવા તમાકુ સર્વે ચાર, ફેક્ટરશીટ ગુ. વિમોચન ઈ લોકાર્પણમાં ઋષિકેશભાઈ પટેલ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યા એ વેરચ્યુલ લોકાર્પણ કર્યું હતું. આ તકે ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પ્રમુખ તાલુકા પંચાયત પાંચીબેન સામતભાઈ ચારણીયા, ચંદ્રશભાઈ જોશી, સદસ્ય જિલ્લા પંચાયત હરિભાઈ સોલંકી, સદસ્ય જિલ્લા પંચાયત રૂડાભાઈ શિંગડ, સુનિલભાઈ મુલચંદાની, મનોજભાઈ બાંભણિયા, અરજણભાઇ મજીઠીયા, કાનજીભાઇ સાખટ, લખમણભાઇ ડાભી, રસીકભાઈ ચાવડા, મિતેશભાઈ શાહ સહીત સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આ કાર્યક્રમમાં મેડિકલ ડાયરેક્ટર ડો.વિનીત મિશ્રા, અધિક્ષક સરકારી હોસ્પિટલના ડો.એન.કે.જાદવ, ડો.એન.કે.મિશ્રા, ડો.યોગેશ જેઠવા, ડો.વિપુલ ડુમાતર, ડો.પંપનીયા, જે. ડી. ભેટારિયા, તેમજ ઇમરજન્સી ૧૦૮ સ્ટાફ, મેડિકલ સ્ટાફ, નોન મેડિકલ સ્ટાફ સહીત ઉપસ્થિત રહ્યાં હતા.

-હોસ્પિટલમાં-ડાયાલીસીસ-સેન્ટરનું-લોકાપર્ણ-કરાયું-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *