કાયદા અધિકારી તરીકે નિમણુંક મેળવવા રસ ધરાવતા
છોટાઉદેપુર જિલ્લામાં જમીન મહેસુલ તથા વિવિધ પ્રકારના દાવા સહીતના સરકારશ્રી/કલેકટર કચેરી તેમજ તાબાની કચેરીઓ સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સરકારશ્રી પક્ષે રજુઆત તેમજ અસરકારક બચાવ થઈ શકે તે માટે સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ તથા તા.૦૫/૦૬/૨૦૨૧ના ઠરાવથી નકકી થયેલ શરતો, બોલીઓ, જવાબદારી અને લાયકાતના ધોરણે કલેકટર કચેરી, છોટાઉદેપુર ખાતે ૧૧ (અગિયાર) માસની મુદત માટે કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૧ (એક) જગ્યા છોટાઉદેપુર જિલ્લા માટે નિમણૂંક કરવાની છે. આ અંગેની અરજીઓ નીચેની લાયકાત/અનુભવ ધરાવતા ઉમેદવારશ્રીઓ પાસેથી તા.૧૫/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા કલેકટર, છોટાઉદેપુરની કચેરીને મળી જાય તે રીતે સીલબંધ કવરમાં કલેકટર કચેરી, છોટાઉદેપુર ખાતે રૂબરૂ/ટપાલ દ્વારા મંગાવવામાં આવે છે. અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેઠાણનું સ્થળ (કાયમી/હંગામી), મોબાઈલ નંબર, શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવા. (કવર પર “ કલેકટર કચેરી, છોટાઉદેપુર ખાતે કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટેની અરજી’ એવું દર્શાવવું).
અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૪૦ (ચાલીસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહી. શૈક્ષણિક લાયકાત કાયદા (સ્પેશ્યલ)ની ડીગ્રી અથવા કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા દ્વારા સ્થપાયેલ યુનિવર્સીટી દ્વારા એચ.એસ.સી બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાનું ડીગ્રી અથવા યુનિવર્સીટી માન્ય કમિશન એકટ- ૧૯૫૬ની કલમ- ૩ દ્વારા સ્થપાયેલ યુનિવર્સીટી દ્વારા મેળવેલ કાયદાની ડીગ્રી. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો – ૧૯૬૭માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઇએ. હાઈકોર્ટમાં એડવોકેટ અથવા સરકારી વકીલ અથવા એટર્ની તરીકેનો પાંચ વર્ષનો અનુભવ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર હસ્તકના બોર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોના પાંચ વર્ષનો અનુભવ. ઉક્ત અનુભવ અંગે પ્રમાણપત્ર ઉમેદવારે ડિસ્ટ્રીક્ટ જ્યાં પ્રેકટીસ કરેલ હોય તે રજીસ્ટ્રારશ્રી કોર્ટ, સંબંધિત જિલ્લા નામ, પ્રિન્સીપાલ જજશ્રી અથવા સંબંધિત સીટી સિવિલ કોર્ટના મ્યુનિસીપલ સિવિલ જજશ્રી અથવા કંપની કાયદા, સરકાર હસ્તકના નિગમ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના કચેરીના વડા દ્વારા પ્રમાણિત કરેલ હોવા જોઈએ. (સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ના ઠરાવના પરિશિષ્ટ- ૩ માં જણાવેલ વિગતે અનુભવનું પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.)
ઉમેદવારશ્રી ગુજરાતી બોલવા, વાંચવા અને લખવાનું તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવામાં સક્ષમ હોવા જોઈએ. તે અંગેનું પ્રમાણપત્ર ઉપર મુજબના અધિકારીશ્રીઓ દ્વારા પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર બીડવાનું રહેશે. પસંદ થયેલા ઉમેદવારને માસિક રૂા. ૪૦, ૦૦૦/- ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.
આ અંગે સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ના ઠરાવથી નકકી કરેલ પરિશિષ્ટ – ૩ તથા અન્ય આનુષાંગિક માહિતી પરિશિષ્ટ – ૧ તથા ૨ એમએમજી શાખા, જિલ્લા કલેકટર કચેરી, છોટાઉદેપુર ખાતેથી ચાલુ કામકાજના દિવસોએ તા.૦૭/૦૯/૨૦૨૨ સુધીમાં સવારના ૧૧ – ૦૦ થી ૧૪ – ૦૦ કલાક દરમ્યાન રૂ.૧૦૦/- (નોન રીફંડે) “ ૦૦૭૫ પરચુરણ સામાન્ય સેવા” સદરે ચલણથી જમાં કરાવી અસલ ચલણ રજુ કર્યેથી મેળવી શકાશે. અનુભવ તથા લાયકાત માટે પરિશિષ્ટ – ૩ની જોગવાઈ લક્ષમાં લેવાની રહેશે કરાર આધારિત નિમણૂંક પામેલ કાયદા અધિકારીશ્રીએ પરિશિષ્ટ – ૧ તથા -રની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે તથા છોટાઉદેપુર જિલ્લાને લગતી કામગીરી કરવાની રહેશે. કોઈ ગુન્હાહીત કૃત્યમાં સંડોવાયેલ નહીં હોવા અંગેનું ડેકલેરેશન રજુ કરવાનું રહેશે તેમજ શૈક્ષણિક લાયકાત, ઉંમર જાતિ વગેરેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
