ઊનાના ઓલવાણા ગામના પીપળીયા તળાવ નજીક ધાર વિસ્તારમાં આવેલ પથ્થરની ખાણમાં ટ્રેક્ટરના એન્જીનના વાયરમાં શોર્ટ સક્રિટના કારણે અચાનક આગ લાગી જતાં પથ્થર ભરેલુ ટ્રેક્ટર ભડભડ સળી ગયેલ હતું. આ આગની ઘટના બનતા ટ્રેક્ટર ડ્રાઇવર તાત્કાલીક કુદકો મારી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયેલ હતો. અને આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખાણમાં કામ કરતા લોકોએ પોત પોતાના હાથમાં જે વાસણ આવ્યુ તેમાં પાણી ભરી આગને બુજાવવાની કોષિશ કરેલ પરંતુ આગ વધુ વિકરાળ બની જતાં ટ્રેક્ટરનો મોરો બળી ખાખ થઇ ગયેલ હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. અને ટ્રેક્ટર ડ્રાઇવરનો બચાવ થયેલ.


