Gujarat

ઊનાના કાંધી ગામની સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી લીધો..

ઊનાના કાંધી ગામે પાંચ દિવસ પહેલા સગીરા રાત્રીના સમયે પોતાના ઘરે હોય ત્યારે અજાણ્યો શખ્સ લગ્ન કરાવાની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ હોવાની પોલીસમાં સગીરના પિતાએ ફરીયાદ નોધાવી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી. જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્મયુન ઇન્ટેલીજન્ટની મદદથી સગીરાને ભગાડી જનાર  ગીરગઢડાના જુના ઉગલા ગામે રહેતો વિજય નાગજી રાઠોડને ગામમાંથી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઊનામાં-સગીરાનું-અપહરણ-કરનાર-શખ્સને-પોલીસે-ગણતરીના-દિવસોમાં-ઝડપી-લીધો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *