આઝાદી વખતથી આજ દિવસ સુધી આ રસ્તો ડામરથી મઢવામાં આવ્યો જ નથી..ચુંટણી સમયે સત્તાધીશો ઠાલાવચનો આપી ચાલ્યા જાય છે.
ઊનાના કાણકબરડા થી સુલતાનપુર જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય આ રસ્તા પર બાવળનું સામ્રાજ્યથી રસ્તાને સાવ ઢાંકી દીધો હોય તેવા દ્રશ્ય સર્જાય છે. કાણકબરડા થી સુલતાનપુર જવા માટે લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે છે જોકે કાણકબરડા ગ્રામજનોને રેશનીંગનો માલ લેવા માટે નજીક આવેલ સુલતાનપુર ગામે લેવા જવાનો હોય છે. ત્યારે દર વર્ષે ચોમાસાના ચાર મહિના 6 કિ.મી. ફરીને લોકોને રાશનનો માલ લેવા જવાનો વારો આવે છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ માત્ર વચન આપીને ચાલ્યા જાય છે. કાણકબરડા ગ્રામજનોની ખેતીવાડી નજીકના સુલતાનપુર ગામની સીમમાં આવેલી હોય તેમજ સુલતાનપુર ગ્રામજનોની ખેતીવાડી કાણકબરડા ગામની સીમમાં આવેલી હોય જેથી ચોમાસાના ચાર મહિના સુધી ખેડૂતોને ફરીને ૬ કિ.મી.દૂર ફરીને જવું પડે છે. આ રસ્તા બાબતે બંને ગ્રામજનોના સરપંચો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોય તેવો ઘાટ સર્જાયેલ હોય તેમ તંત્ર દ્રારા કોઇજાતનું ધ્યાનમાં લેતું નથી. આ દોઢ કિ.મી.નો રસ્તો ડામર થી મઢવામાં આવે તો લોકોને ચોમાસાના ચાર મહિના 6 કિ.મી. ફરીને જવાની જે નોબત આવે તે નોબત ન આવે તેથી બન્ને ગામ લોકોના હીતમાં તાત્કાલીક રસ્તાને મઢવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.


