ધારાસભ્ય વંશની રજુઆત અને સઘન પ્રયાસ લોકો સારા રસ્તાની સુવિધા મળશે…
ઊના – ઊના પંથકમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાની પરિસ્થિતીથી પ્રજા ત્રાહીમામ હતી. અને અધિકારીઓ પણ રસ્તાની રજુઆતો સાંભળતા ન હોય ત્યારે ધારાસભ્ય વંશે આ બાબતની ગાંધીનગર સુધી રજુઆતો કરતા અંતે સરકારે ઉના તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં રૂ.૨૦.૮૦ કરોડના નોન પ્લાન રસ્તાઓઅને મંજુરીની મોહર મારતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની સુવિધાથી ઉપલબ્ધ થશે.
ઉના મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય પુંજાભાઈ વંશના સઘન પ્રયાસોના પરિણામે ઉના અને ગીરગઢડા તાલુકાના ૩૫.૯૦ કિ.મી. લંબાઈના રૂા. ૨૦.૮૦ કરોડના નોન-પ્લાન રસ્તાના કામો મંજૂર કરવામાં આવેલ છે. ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમ્યાન જે-તે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા નોન-પ્લાન રસ્તાના કામો કરવા લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવેલ. જે સંદર્ભે તત્કાલીન માર્ગ અને મકાન મંત્રીને તા. ૩૧ માર્ચે ૨૦૨૨ અને તા. ૧૯ જુલાઇ-૨૦૨૨ના રોજ પત્ર લખીને નોન-પ્લાન રસ્તાઓ મંજૂર કરવા રજુઆત કરેલ અને વર્ષ ૨૦૨૧-૨૨ના પણ બાકી રહેલ રૂા. ૫ કરોડના રસ્તાના કામો મંજૂર કરવા અન્વયે મુખ્યમંત્રી કે જેઓ માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળે છે તેઓ દ્વારા ૩૫.૯૦ કિ.મી. લંબાઈના રૂા. ૨૦.૮૦ કરોડના નીચે મુજબના નોન-પ્લાન રસ્તા મંજૂર કરવામાં આવ્યા છે. ગત વર્ષના બાકી રહેતા રૂા. ૫ કરોડના રસ્તા પણ મંજૂર કરવા પત્ર લખી મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
બોક્ષ્ – ઉના અને ગીરગઢડા તાલુકાના મંજૂર થયેલ નોન-પ્લાન રસ્તાની યાદી રસ્તાની લંબાઈ (કિ.મી.માં) અને અંદાજીત રકમ રૂ.લાખમાં…
ઊનાના વ્યાજપુર-વાવડી રસ્તાની લંબાઇ ૩.૩૦ અને રૂ.૨૦૦ લાખ, કોદીયા-ઈટવાળા રોડની લંબાઇ ૪.૫૦ રૂ.૧૮૦ લાખ, ખજુદ્રા-ખડા રોડની લંબાઇ ૪ કિ.મી. રૂ. ૪૦૦, માણેકપુર-ખત્રીવાડા રોડ ૪ કિ.મી. રૂ.૪૦૦ લાખ, લામધાર-ગુપ્તપ્રયાગ રોડ ૩.૧૦ કિ.મી. રૂ.૧૨૫, જુના ઉગલા-ભડીયાદર રોડ ૪.૫૦ કિ.મી. રૂ. ૨૯૫ લાખ, નાના સમઢીયાળા-રબારીકા રોડ ૫.૫૦ કિ.મી. રૂ.૩૦૦, ભાચા-વાવરડા રોડ ૨.૫૦ કિ.મી. રૂ.૧૧૫,
નવી વાજડી-જુની વાજડી રોડ ૨.૦૦ કિ.મી. રૂ.૧૫૦ લાખ, શાહડેસર-ઓલવાણ રોડ ૧ કિ.મી. રૂ. ૫૫ લાખ, કાણકબરડા-સુલતાનપુર રોડ ૧.૫૦ કિ.મી. રૂ. ૬૦ લાખ કુલ ૩૫.૯૦ કિ.મી.લંબાઇ તેમજ કુલ ૨૦૮૦ લાખ…
