Gujarat

ઊના શહેર માંથી દેશી તમંશા સાથે શખ્સને પોલીસે દબોચી લીધો..

ઊના – ઊના શહેરમાં એક શખ્સે ગેર કાયદેસર દેશી તંમશા સાથે રાખતો હોય જેની બાતમી આધારે પી આઇ એમયુ મસીની સુચનાથી અલગ અલગ ટીમો બનાવી પો.હેડ. કો. પી પી બાંભણીયા, વિશાલભાઇ અભેસિંગભાઇ, નિલેશભાઇ છગનભાઇ, ધર્મેનન્દ્રભાઇ હરાજ, જસપાલસિંહ પ્રતાપ, ભીભાઇભાઇ, ભીખુશા બચુશા સહીતની ટીમોએ દેશી તમંશા સાથે શખ્સને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊનામાં નિચલા રહીમ નગર વિસ્તારમાં રહેતો આરીશ ફારૂક કુરેશી ઉ.વ.૨૦ પોતાની પાસે ગેર કાયદેસર લાયસન્સ વગર દેશી તમંશો સાથે રાખી ફરતો હોય અને ઊના શહેરના ૮૦ ફુટ રીંગ રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે હોવાની ચોક્કસ બાતમી આધારે પોલીસે જાહેરમાં પોતેની પાસેથી દેશી તમંશો સાથે આ શખ્સને ઝડપી લીધો હતો. અને આ અંગે પોલીસે શખ્સની પુછપરછ કરવામાં આવેલ આ તમંશો ક્યાથી લાવવામાં આવેલ અને કોણે આપેલ હોવા અંગેની આગળની વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરેલ છે.

ઊના-માંથી-દેશી-તમંચા-સાથે-શખ્સને-પોલીસે-ઝડપી-પાડ્યો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *