કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ બુલડેક્સ વાયદામાં 511 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 2568 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 360 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,94,120 સોદાઓમાં કુલ રૂ.23,951.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 511 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 2568 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 360 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,59,151 સોદાઓમાં કુલ રૂ.8,447.12 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,917ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,190 અને નીચામાં રૂ.53,342 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.651 ઘટી રૂ.53,573ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.426 ઘટી રૂ.42,785 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.69 ઘટી રૂ.5,308ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,663ના ભાવે ખૂલી, રૂ.639 ઘટી રૂ.53,507ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.72,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,046 અને નીચામાં રૂ.71,080 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 102 ઘટી રૂ.71,283 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 149 ઘટી રૂ.71,293 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.142 ઘટી રૂ.71,276 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,695 સોદાઓમાં રૂ.1,792.59 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.281.20 અને જસત માર્ચ વાયદો રૂ.10.40 ઘટી રૂ.323ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.15.60 ઘટી રૂ.824.50 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.86. વધી રૂ.3,427.20 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.188ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 64,617 સોદાઓમાં કુલ રૂ.6,837.69 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.9,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.9,761 અને નીચામાં રૂ.9,154 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.192 ઘટી રૂ.9,246 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.60 ઘટી રૂ.345.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,050 સોદાઓમાં રૂ.114.35 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,670 અને નીચામાં રૂ.37,170 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.280 વધી રૂ.37,440ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,900ના ભાવે ખૂલી, રૂ.152 વધી રૂ.16936 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.50 ઘટી રૂ.1019.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 42,983 સોદાઓમાં રૂ.4,774.68 કરોડનાં 8,791.000 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 1,16,168 સોદાઓમાં કુલ રૂ.3,672.44 કરોડનાં 509.215 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 44,835 સોદાઓમાં રૂ.5,759.82 કરોડનાં 60,84,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,782 સોદાઓમાં રૂ.1,078 કરોડનાં 30718750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 850 સોદાઓમાં રૂ.105.64 કરોડનાં 28175 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 192 સોદાઓમાં રૂ.8.57 કરોડનાં 84 ટન, રબરના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 8 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,535.000 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 409.921 ટન, ક્રૂડ તેલમાં 974500 બેરલ અને નેચરલ ગેસમાં 6768750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 185425 ગાંસડી, મેન્થા તેલમાં 356 ટન, રબરમાં 53 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1421 સોદાઓમાં રૂ.119.25 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,376 સોદાઓમાં રૂ.112.10 કરોડનાં 1,404 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 31 સોદાઓમાં રૂ.5.39 કરોડનાં 43 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 14 સોદાઓમાં રૂ.1.76 કરોડનાં 16 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 507 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 309 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 106 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 9,044ના સ્તરે ખૂલી, ઊપરમાં 9,044 અને નીચામાં 8,684ના સ્તરને સ્પર્શી, 360 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 70 પોઈન્ટ વધી 8,773ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,970ના સ્તરે ખૂલી, 511 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 147 પોઈન્ટ ઘટી 15,780ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 26,799ના સ્તરે ખૂલી, 2568 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1257 પોઈન્ટ ઘટી 24512 ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 58186 સોદાઓમાં રૂ.6,640.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,329.83 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.40.51 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,682.22 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.587.75 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 257.34 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.7,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.250 ખૂલી, ઊપરમાં રૂ.430 અને નીચામાં રૂ.250 રહી, અંતે રૂ.163.40 વધી રૂ.336 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.61 ખૂલી, ઊપરમાં રૂ.128 અને નીચામાં રૂ.61 રહી, અંતે રૂ.64 વધી રૂ.109.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25 ખૂલી, ઊપરમાં રૂ.26 અને નીચામાં રૂ.21.85 રહી, અંતે રૂ.2.05 વધી રૂ.22.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.300 ખૂલી, ઊપરમાં રૂ.300 અને નીચામાં રૂ.198.80 રહી, અંતે રૂ.160.50 ઘટી રૂ.261.60 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.375 ખૂલી, ઊપરમાં રૂ.573 અને નીચામાં રૂ.330 રહી, અંતે રૂ.125.50 ઘટી રૂ.487.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50 ખૂલી, ઊપરમાં રૂ.25.80 અને નીચામાં રૂ.14.50 રહી, અંતે રૂ.2.80 ઘટી રૂ.23.80 થયો હતો.
