Gujarat

કઠલાલ કેરવેલ હોસ્પિટલ તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા નિઃશુલ્ક તપાસ કેમ્પ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર, ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ અને કેરવેલ હોસ્પિટલ ના સહયોગ થી મફત સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જીલ્લા અને તાલુકાના ગામોનાં મોટી સંખ્યામાં દર્દીઓ એ નિઃશુલ્ક  સારવાર કેમ્પ નો લાભ લીધો હતો, જેમાં હાડકા નો રોગ, ફેફસાં, ડાયાબિટીસ જેવા રોગોની મફત તપાસ કરાવી કેર વેલ હોસ્પિટલ ના ડૉકટર દ્વરા તપાસ કરી યોગ્ય સલાહ સૂચન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ ના ખેડા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર, કઠલાલ તાલુકા પ્રમુખ મહેશભાઈ ચૌહાણ, કઠલાલ તાલુકા મહામંત્રી વિજયસિંહ સોઢા, પંકજભાઈ જયસ્વાલ કેરવેલ હોસ્પિટલ મેનેજર તથા કિરણભાઈ ડાભી, દીપકભાઈ ડાભી, ગોપાલભાઈ પટેલ, બિપીનભાઈ પટેલ અને મફતભાઈ પરમાર અને તાલુકાના  આગેવાનો અને કાર્યકરો એ ઉપસ્થિત રહી ને નિઃશુલ્ક  સારવાર કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

IMG-20220910-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *