Gujarat

કઠલાલ ચાર રસ્તા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવા બાબતે મામલતદાર ને રજુઆત કરાઈ

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા મહારાણા પ્રતાપ પુર્ણ કદ ની પ્રતિમા મુકવા બાબતે મામલતદાર કચેરી કઠલાલ ખાતે મામલતદાર ને લેખિત રજુઆત કરવામાં આવી. શૌર્ય,સમર્પણ અને સંઘર્ષ નો જે અમર ઈતિહાસ લખાયો છે તેવા મહારાણા પ્રતાપ ની પુર્ણ કદ ની પ્રતિમા કઠલાલ ચાર રસ્તા ખાતે મુકવા ની મંજુરી આપવા તેમજ સંબંધિત કચેરીઓ માંથી મંજુરી આપવા મામલતદાર કઠલાલ ને રજુઆત કરવામાં આવી.યુવા ક્ષત્રિય સેના ગુજરાતના કઠલાલ પંથકના હોદ્દેદારો અને કાર્યકરો કે ઉપસ્થિત રહી રજુઆત કરી હતી.અને વહેલી તકે મંજુરી મળે તેવી લાગણી અને માગણી દર્શાવી હતી.

IMG-20220825-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *