Gujarat

કઠલાલ ચૌહાણપુરા અને બ્રાઇટ સ્કૂલ સહિતના બાળકો માટે આર્યુવેદિક નિદાન કેમ્પ યોજાયો

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને આરોગ્યની દ્રષ્ટિએ આયુર્વેદિક સારવાર મળી રહે અને આયુર્વેદિકથી થતા નિદાનથી બાળકોને સ્વાસ્થ્યની તકલીફ ન થાય અને આડ અસર ન થાય તેવા ઉદ્દેશ્યથી આર્યુવેદિક નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. કઠલાલની ચૌહાણપુરા પ્રાથમિક શાળા તેમજ બ્રાઈટ સ્કૂલ સહિતના 650 જેટલા બાળકોને આયુર્વેદિક કેમ્પમાં તપાસ કરવામાં આવી તેમજ પુષ્ય નક્ષત્ર હોઇ વિરલ આયુર્વેદિકના હરેશ વ્યાસ,વિશ્વ હિન્દુ પરિષદના મનોજ ઠક્કર તેમજ પાર્થ વ્યાસ અને જોય શાહ  સહિતના નાગરિકોના સહયોગથી સુવર્ણ પ્રાસન ના ટીપા પણ વિદ્યાર્થી અને પીવડાવવામાં આવ્યા હતા.પુષ્ય નક્ષત્રમાં બાળકોને સુવર્ણ પ્રાસનના ટીપા પીવડાવવાનું એક આરોગ્યને લગતું અનોખું મહત્વ હોય છે અને બાળકોના આરોગ્યને તેનાથી ખુબજ સારા ફાયદા થતા હોય છે ત્યારે સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

IMG-20220826-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *