મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ ની તુલસી હોટલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘની મિટિંગ યોજાઈ હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ તાલુકાના અને ખેડા જિલ્લાના કાર્યકરો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કઠલાલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવિણસિંહ ડાભી સાથે મુલાકાત કરી હતી.સમગ્ર મિટિંગમાં સંગઠનને મજબૂત બનાવવા બાબતની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.


