Gujarat

કઠલાલ માં વિદાય લેતા વરસાદથી મગફળી નો પાક બરબાદ

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 હવામાન ની આગાહી મુજબ  સમગ્ર રાજ્ય ની સાથે હાલ કઠલાલ તાલુકા માં પણ  છેલ્લા બે દિવસથી દોઢ ઈંચ જેટલા વરસાદ થયો છે અને  હાલ પણ વરસાદ  વરસી રહ્યો છે. ત્યારે વરસાદ બાદ જે ખેડૂતોએ આગોતરી મગફળી વાવી હતી તે મગફળી પાકી ગઈ છે તેને પણ ૧૦ દિવસથી વધુ થઈ ગયા છે. જો ખેડૂતો મગફળી ન કાઢે તો સડવા લાગે અને  તેમાં રોગ પણ ફેલાતો જોવા મળી શકે છે. ભારે ખર્ચા અને મહેનત સાથે સારા એવા વળતર ની આશા માં ખેડૂતો એ  મગફળી અને ડાંગર જેવા પાકો ની ખેતી કરી હવે જ્યારે મહેનત નો ફળ મળવાનો વારો આવ્યો ત્યારે “હાય રે કિસ્મત” વિદાય લેતાં વરસાદ ની પાછી એન્ટ્રી એ ખેડૂતો ને રડાવી દીધા છે. પાછોતરો લીલો દુકાળ જેવો વરસાદે મગફળીના પાકને નુકશાન કરવામાં કોઈ કચાસ રાખી ના હોય એમ જમીન માં તૈયાર થયેલો પાક સડવા લાવ્યો હોય તેમ જણાઇ રહ્યું છે. કઠલાલ નજદીક આવેલ ખોખરવાડા ગામમાં  માં દર વર્ષે ખેડૂતો હોંશભેર મગફળીનું વાવેતર કરતા હોય છે પ્રાપ્ત માહિતી અનુસાર આ  આશરે ૩૦૦ થી ૪૦૦ વીઘામાં મગફળીનું વાવેતર ખોખરવાડા વિસ્તારમાં કરવામાં આવ્યું છે. પણ આ પાછોતરા વરસાદે ખેડુતો ની આશા પર પાણી ફેરવી દીધું છે. મગફળીના પાક ની સાથે હમણાજ કાપેલ ડાંગરને  પણ નુકસાન થઈ રહ્યું છે. વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડુતો પણ ચિંતિત બન્યા છે.જગતનો તાત ગમે તેટલી મહેનત કરે, પણ કોઇક ને કોઇ રીતે તેને નુકસાની વેઠવાનો વારો તો આવે છે, હવે કુદરત ભલે રૂઠી હોય પણ સરકાર ન રૂઠે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.

IMG-20221008-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *