Gujarat

કઠલાલ માં ઇદે- મિલાદ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપ્પન.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગમ્બર સાહેબના ભવ્ય ધાર્મિક જુલૂસમાં કઠલાલ નગર ના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અગલ અલગ વિસ્તારમાં વહેલી સવારે કેક કાપી હજરત પયગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારબાદ સવારે આઠ વાગે કઠલાલ ના હુસેની ચોક માંથી સર્વે મુસ્લીમ બિરાદરો ઝુલુસ માં જોડાયા હતા.ઝુલુસ માં ઠેર ઠેર બાળકોને નાસ્તો ,ચા ,પાણી, આઈસ્ક્રીમ ,ચોકલેટ, કેક, તેમજ નિયાઝ (પ્રસાદી) નું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઝુલુસ માં સર્વે જ્ઞાતિના લોક જોડાતા કોમી એકતાના દર્શન થયા હતા. જ્યારે કઠલાલ નગર પાલિકા તેમજ કઠલાલ ભાજપ પરિવાર તરફ થી ઝુલુસ નું સ્વાગત કરાયું હતું અને સરબત નું વિતરણ કરાયું હતું.
હુસેની ચોક થી ઝુલુસ વાજતે ગાજતે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ કડીયાવાડ ,કુરેશીનગર,ચૌહાણવાડ,કાઝીવાડ ,વ્હોરવાડ થઈ બજાર માં રહી મુખ્ય માર્ગે અને ત્યારબાદ રાઠોડવાસ ,ઇન્દીરાનગર,કાઝી સોસાયટી અને મદીના સોસાયટી રહી ને પીર જૈનુલઆબેદીન બાવા ના મજાર શરીફ પર પહોંચ્યું હતું. ત્યાં સમગ્ર મુસ્લિમ બિરાદરો માટે નિયાઝ નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો.સમગ્ર ઝુલુસ માં કોઈ અઇચ્છનીય બનાવ ના બને તે માટે કઠલાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ કઠલાલ માં શાંતિપૂર્ણ રીતે ઇદે મિલાદ પર્વ ની ઉજવણી કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *