રિપોર્ટર.મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
કઠલાલ મામલતદાર કચેરી ખાતેઆંગણવાડી કર્મચારી સંધ તાલુકા પ્રમુખ જશોદાબેન પરમાર અને અન્ય મહિલા કર્મચારીઓ દ્વારા કાર્યકર, તેડાગર ના પ્રશ્નો ના ઉકેલ અને અન્ય માંગણીઓને લઇ આવેદનપત્ર આપવામા આવ્યું.
આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર
માનદવેતન ના નામે નજીવા વેતનથી કામ કરતી મહિલાઓને મીનીમમ વેજીસ એક્ટ હેઠળ થતું ચૂકવી આપવું, લગુત્તમ માસિક રૂ. ૧૮૦૦૦ થી ૨૨૦૦૦ ની આપવું સરકાર ના તમામ ધારા ધોરણો અનુસાર કામ કરતી મહિલા કર્મચારી ને સરકારી કર્મચારી જાહેર કરવી,આંગણવાડી નો સમય ૧૦.૦૦ થી ૪ .૦૦ નો કરવો,નિવૃતિ બાદ ના તમામ લાભ સરકારી કર્મચારીઓના ધોરણે ચૂકવી આપવા, તેડાગર ને કાર્યકારનું તથા કાર્યકારને મુખ્યસેવિકાની નામનિયુક્તી કોઈપણ જાતની વય મર્યાદામા સિવાય આપો.
૪૫ વર્ષની વાય મર્યાદાનો પરિપત્ર રદ કરવો, નિયામકશ્રી ના પરિપત્ર ૩૪૯૦૮૮૨/૨૦૧૭-૧૮ તા. ૩૮૧૭ તેમજ ત્યાર પછીની ગાઇડ લાઇન મુજબ આઈ.સી.ડી.એસ. ને લગતી કામગીરી સિવાયની અન્ય કામગીરી લેવાની મનાઈ હોવા છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા બળજબરીથી અન્ય કામગીરી લઈ મહિલા કર્મચારીઓને પરેશાન કરી પરિપત્ર નું ઉલ્લંઘન કરવામાં આવે છે તે બંધ કરાવો.
કાર્યકારી પાસેથી ૨૦૨૨ તેમજ મોબાઈલ એપ બંને ની કામગીરી લેવાની પ્રથા બંધ કરી ગમે તે એક સિસ્ટમ અપનાવી.
સરકાર ની યોજનાઓ જેવીકે પોષણ સુધા વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, વિધવા સહાય યોજના, દૂધ સંજીવની યોજના આ તમામ યોજનાઓ ને ન્યાય આપવાનું તથા બાળકોને પૂર્વ પ્રાથમીક શિક્ષક આપવાનું તેમજ અવાર-નવાર સોંપવામાં આવતા અન્ય કાર્યો, તાલીમ તેમજ મીટિંગ વગેરે કાર્યોનો બોજ ધાર્ય કરતા વધારે છે જેથી તે કાર્યબોજ હળવો કરવો.
મિનિ આંગણવાડી ની પ્રથા બંધ કરી તેને રેગ્યુલર આંગણવાડી નો દરજ્જો આપવો.
પૂર્વ પ્રાથમીક શિક્ષણ આપતી કાર્યકરો ને પણ પ્રાથમિક શિક્ષણ આપતા કર્મચારીની જેમ વેતન અને સુવિધા આપવી.
જેવા વિવિધ પ્રશ્નો અને માંગણીઓ નો ઉલ્લેખ આવેદનપત્ર માં કરવામાં આવ્યો છે.

