રિપોર્ટર.મકસુદ કારીગર
ચેટીચાંદ એટલે ભગવાન ઝૂલેલાલ નો જન્મદિવસ અને તેની ઉજવણી સમગ્ર સિંધી સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક રીતે કરવામાં આવે છે.ત્યારે કઠલાલના સતીપીપળી ખાતે આવેલ ભગવાન ઝૂલેલાલ ના મંદિરથી શોભાયાત્રા યોજાઇ હતી.આ સોભાયાત્રા સમગ્ર કઠલાલ નગરમાં ફરી હતી.અને કઠલાલ ચાર રસ્તા સિંધી સોસાયટી ખાતે પહોંચી હતી.ભગવાન ઝૂલેલાલ ની શોભાયાત્રામાં નગર ના સૌ સિંધી સમાજ ન ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.અને રાસ-ગરબા તથા સાંસ્કૃતિક રીતે ભગવાન ઝૂલેલાલ ના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી.સમગ્ર પંથક આયો લાલ ઝુલેલાલ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ચેટીચાંદ ભગવાન ઝૂલેલાલ ના જન્મદિવસ નો સિંધી સમાજમાં અનેરો મહિમા છે અને સૌ કઠલાલના સિંધી સમાજ દ્વારા તેની ધામધૂમપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી.આ શોભાયાત્રામાં સમગ્ર કઠલાલના નાગરિકોએ સહયોગ કર્યો હતો.અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ચેટીચાંદ નિમીત્તે ભગવાન ઝૂલેલાલ શોભાયાત્રા કઠલાલ નગરમાં યોજાઇ હતી.


