Gujarat

કઠલાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય દ્રારા એમ્બ્યુલન્સ વાન નું લોકાર્પણ.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
  એમ્બ્યુલન્સ વાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય  કાળુસિંહ ડાભીએ તેઓની નાણાકીય વર્ષ : 2020-21ની ગ્રાન્ટમાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર – કઠલાલને એમ્બ્યુલન્સ વાનની ફાળવણી કરી હતી.   જેને ધારાસભ્ય  કાળુસિંહ ડાભીએ  લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું.
           આ પ્રસંગે કઠલાલ  તાલુકા કાઁગ્રેસ સમિતિના પ્રમુખ શનાભાઈ ગાંડાભાઈ સોઢા પરમાર, કઠલાલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગગાભાઇ બારૈયા, કઠલાલ  શહેર કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ વિલાયત હુસેન કારીગર, લઘુમતિ સમાજના આગેવાન  શાદિકભાઇ ખોખર, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ એલ. આર. ઝાલા,જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નિમેષ ભાઈ ભટ્ટ.  કિરીટભાઇ ડાભી, આગેવાન કાર્યકર  પરબતસિંહ ડાભી, જયેન્દ્રસિંહ ઠાકોર, સુરેન્દ્રસિંહ પરમાર- અનારા, જનકસિંહ- ચરેડ, ભાથીભાઈ ઝાલા – છીપડી હિંમતસિંહ- રવદાવત, અવિનાશ ડાભી- મોટીમુડેલ, જીતેન્દ્ર ડાભી- મોટીમુડેલ  સહિત કાર્યકરો અનેં અગ્રણીઓ તેમજ  કઠલાલ તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ તથા પેરા મેડિકલ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *