Gujarat

કપડવંજમાં બજરંગ દળનું શૌર્ય પથ સંચલન યોજાયું

લોકેશન.ખેડા-કપડવંજ
રીપોર્ટર.મકસુદ કારીગર
———————–
શિસ્ત અને અદબ સાથે નીકળેલા  યુવાનોનું પુષ્પવર્ષાથી ઠેરઠેર સ્વાગત
––———————–
 ખેડા જિલ્લાના કપડવંજમાં બજરંગ દળ દ્વારા  શૌર્ય પથ સંચલન યોજાયું હતું.  ધોમધખતા તાપને સહન કરવા સાથે પૂર્ણ ગણવેશ, શિસ્ત અને અદબ સાથે નીકળેલા બજરંગ દળના યુવાનોનું સમગ્ર શહેરમાં ઠેર ઠેર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.યુવાનોએ સમગ્ર માગૅ પર ભારત માતા કી જય અને જય શ્રી રામ ના નાદથી વાતાવરણ ગજાવ્યું હતું.
    અત્રે નોંધનીય છે કે બજરંગ દળનો શૌર્ય પ્રશિક્ષણ વર્ગ જીવનશિલ્પ કેમ્પસમાં ચાલી રહ્યો છે. જેમાં યુવાનોને જુડો,કરાટે રાયફલ, શુટીંગ, લાઠીદાવ, યોગાસન પ્રાણાયામ, તીરંદાજી શીખવવા ઉપરાંત આજે શૌર્ય પથ સંચલન યોજાયું હતું.
    આ પથ સંચલન એમ.પી.હાઇસ્કુલથી નીકળી શહેરના  અંતિસર દરવાજા, પટેલવાડા , ૩૨ કોઠાની વાવ, કુંડવાવ ,આઝાદ ચોક, નટરાજ રોડ, મીના બજાર ,કુબેરજી ચોકડી, ટાઉન હોલ,આઝાદ ચોક, ઈસલામપુરા થઈ મોડાસા રોડ થઈ ઉમાભવન કચ્છી પટેલની વાડીમાં સમાપન થયું હતું.
     બજરંગ દળના આ યુવાનોનું શહેરના રાજમાર્ગો પર , ક્ષત્રિય સમાજ,શહેર અને તાલુકા ભાજપ ,ભારત વિકાસ પરિષદ ,લાયન્સ ક્લબ સહિત અનેક સંસ્થાઓ દ્વારા  પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

IMG-20220515-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *