કલોલ
કલોલ શહેરમાં નાના નાના ભૂલકાઓ દ્વારા આગામી વિધાનસભામાં વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત મતદારોને જાગૃતિ માટે શહેરના અનેક વિસ્તારોમાં રેલીનું આયોજન કરી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં બાળકો દ્વારા સૂત્રોચાર કરીને તેમજ બેનરો સાથે રેલી યોજવામાં આવી હતી. જિલ્લા સ્વીપ નોડલ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિના પત્રથી મામલતદાર ઓફિસથી કલોલની તમામ સરકારી પ્રાથમિક શાળા નંબર ૪,૬,૨,૫,૮,૯ તેમજ વખારિયા પી.જે હાઈસ્કૂલ, કેરેવાન હાઈસ્કૂલ લોટસ હાઇસ્કુલમાંથી ૧૫૦૦ જેટલા બાળકો જાેડાઈને રેલીમાં મતદાન જાગૃતિ અર્થે સૂત્રોચાર તેમજ પોસ્ટર પ્રદર્શન યોજયું હતું. આ રેલીની શરૂઆત પ્રાંત ઓફિસર ક્રિષ્નાબેન વાઘેલા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, નાયબ મામલતદાર તૃપ્તિબેન અમિત, બીટ નિરીક્ષક ગાયત્રીબેન જાેશી, સુપરવાઇઝર રાજેશ પંડ્યા, પૂનમ મકવાણા તેમજ કલોલ પ્રાથમિક શાળા નંબર ૪ ના આચાર્ય ગીરીશ પ્રજાપતિ ઉપસ્થિત રહીને રેલીને સફળ બનાવી હતી.


