પોતાના સંતાન રમતા રમતા પડી જાય ને તોય માઁ નો જીવ તાળવે ચોંટી જતો હોય છે …અને એટલેજ કહેવાય છે કે મા ..તે મા…બીજા વગડાના.. વા..પરંતુ માં શબ્દની ગરીમાં ને લજવતી એક એવી ઘટના સામે આવી છે છોટાઉદેપુર માં જેને સાંભળીને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે…એક માઁ એ જાતે પોતાની કુમળી ફૂલ જેવી બે બાળકીઓને કૂવામાં ફેંકી દઈ મોતને હવાલે કરી દીધી છે.ત્યારે કોણ છે એ નિર્દય માઁ…?? એવું તો શું કારણ હતું કે જેને લઈ તેણે આ જઘન્ય અપરાધ કરવામાં એક પળનો પણ વિચાર ન કર્યો….?? ધરતી ઉપરની આ એવી એક મા છે જેના હૃદયમાં માતૃત્વ નામની લાગણી જેવી કોઈ લાક્ષણિકતા જ નથી….વર્ષાએ સાંજના સમયે ઘરેથી કોઈને પણ કહ્યા વિના નીકળી ગઈ અને પોતાની ફૂલ જેવી કુમળી બે બાળકીઓ સાથે કૂવામાં મોતની છલાંગ લગાવી દીધી…સંતાનો સાથે કૂવામાં ભૂસકો માર્યા બાદ બંને બાળકીઓને મોતના મુખમાં ધકેલી મા વર્ષા કુવામાંથી પોતાનો જીવ બચાવી જાતે બહાર નીકળી ગઈ….ઘટના ની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા ..પાલિકાના ફાયર ફાઇટર ને કોલ કરતા ફાયર ફાઇટર ની ટીમે તાત્કાલિક કૂવામાં બંને બાળકીઓને બહાર કાઢવા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી…60 ફૂટ જેટલા ઊંડા આ અવાવરું કૂવામાં બાળકીઓને શોધવામાં લાશ્કરો એ પણ ભારે જહેમત ઉઠાવી…એક કલાક ની ભારે જહેમત બાદ મોટી બાળકી દિવ્યાનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી પણ નાની બાળકી અંજલિ ને લાશ્કરો શોધી ન શક્યા અને કુવાને ખાલી કરવાની ફરજ પડી ,કૂવો ખાલી કરતા મળસ્કે 5 વાગ્યાની આસપાસ નાની બાળકીનો મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો,જ્યારે પોતાની બને બાળકીઓને કુવામાંથી બહાર કાઢવાની રેસ્ક્યુની કામગીરી ચાલી રહી હતી ત્યારે ત્યાં હાજર કઠોર કાળજાની મા વર્ષાબેન ના આંખમાંથી એક આંસુ સુધ્ધા ન નીકળ્યો, પોતાની બન્ને બાળકીઓને લઈને કૂવામાં મોતની છલાંગ લગાવવા પાછળનો તેને કારણ પૂછતાં પોતાના પતિ વાપરવાના પૈસા આપતો ન હતો ,જેથી ગુસ્સે થઈને પોતે પોતાની બંને બાળકીઓ સાથે આત્મહત્યા કરવા કૂવામાં કુદી હોવાનું જણાવ્યુ,
છોટાઉદેપુર નગરના પેટ્રોલ પમ્પ ચાર રસ્તા પાસે મહુડી ફળિયામાં ચેતન સલાટ પોતાના પરિવાર સાથે રહે છે, પાંચ વર્ષના સફળ લગ્ન જીવન ફળ સ્વરૂપે ચેતન સલાટ ને બે દીકરીઓ અવતરી જેમાં મોટી દીકરી દિવ્યા કે જે આશરે સાડા ત્રણ વર્ષની હતી અને નાની દીકરી અંજલિ જે એક વર્ષથી પણ નાની છે,ચેતન ના પિતા અને કાકા બન્ને હયાત નથી જેથી માતા અને કાકીઅને નાની બેન પણ ચેતન ની સાથે જ રહેતા ,હાથ લારી મા ફેરી મારી ફ્રૂટ નો ધંધો કરતો ચેતન ને પરિવારમાં એક માત્ર કમાતો વ્યક્તિ છે જેના ઉપર પરિવારના બધા જ નિર્ભર છે ,છતાં ચેતન પરિવાર નું પોષણ કરી લેતો..ધંધો કરી ઘરે આવતો ચેતન પોતાની માતા ને ઘર ખર્ચ માટે પૈસા આપતો ..સાથે પોતાની પત્નીને પણ ક્યારેક ક્યારેક હાથ ખર્ચ માટે આપતો હતો પરંતુ તું તારી માને કેમ બધા પૈસા આપી દે છે મને કેમ નથી આપતો તેવી વાતને લઈ પત્ની વર્ષા અવાર નવાર પોતાની પતિ સાથે કંકાશ કરતી હતી, અને ઘટનાના દિવસે પણ આ વાતને લઈ પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી,પતિ ધંધો કરવા નીકળી ગયા બાદ સાંજના સમયે પત્ની વર્ષા રિસાઈને પોતાની બંને બાળકીઓને લઈને સીધી પોતાના ઘર નજીક રાણી બાંગ્લા વિસ્તારમાં આવેલ અવાવરું ઊંડા કૂવા પાસે પહોંચી અને સહેજ પણ વિચાર કર્યા વિના તેણે કૂવામાં મોતની છલાંગ લગાવી દીધી..
સમગ્ર ટોક ઓફ ધ ટાઉન બની લોકો આવી ક્રૂર માતા સામે ફિટકાર વરસાવતા જોવા મળ્યા ,પોલીસે બંને બાળકીઓના મૃતદેહનું પીએમ કરાવવાની સાથે માતા વર્ષા સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી અને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે હત્યારી માતાને જેલના હવાલે કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


