મને કુંવરબાઇનું મામેરૂં યોજના અંતર્ગત આપવામાં આવેલી રૂા. ૧૨૫૦૦ની સહાય મારી ભાવિ જરૂરિયાતો માટે ખૂબ જ ઉપયોગી થશે એમ લાભાર્થી દિપીકાબેન રાઠવાએ જણાવ્યું હતું.
રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ વિભાગની કચેરીમાં આદિજાતિ સમાજની નવપરણિત બહેનોને કુંવરબાઇનું મામેરૂં યોજના અંતર્ગત રૂા. ૧૨૫૦૦ની સહાય આપવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાના નારાકોટ ગામના દિપીકાબેન રાઠવાને પણ આદિજાતિ વિકાસ વિભાગની કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ વિભાગની કચેરીમાંથી કુંવરબાઇનું મામેરૂં યોજના હેઠળ સહાય આપવામાં આવી છે.
માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા દિપીકાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિકાસ વિભાગની તરફથી કુંવરબાઇનું મામેરૂં યોજના અંતર્ગત સહાય આપવામાં આવતી હોવાની જાણકારી મળતા મેં અરજી કરી હતી. મારી અરજી મંજુર થતા મને રૂા. ૧૨૫૦૦ની સહાય આપવામાં આવી હતી.
આગળ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મને આપવામાં આવેલી સહાયથી હું મારી ભવિષ્યની જરૂરિયાતો પરી શકીશ. હવે હું કોઇની ઓશિયાળી રહીશ નહીં એમ તેમણે જણાવ્યું હતું.
સરકાર દ્વારા અમલમાં મુકેલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓથી લાખો નાગરિકોના જીવનમાં ઉજાસ પથરાયો છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

