Gujarat

બોડેલી નગર ની ચાર પંચાયત માં વસ્તી ના ધારા ધોરણ મુજબ 26 આંગણવાડી કેન્દ્ર હોવા જોઈએ તેની સામે માત્ર છ આંગણવાડી કેન્દ્ર કાર્યરત   

અલીપુરા બોડેલી ગ્રામ પંચાયતમાં આંગણવાડી નો અભાવ
છોટાઉદેપુર જિલ્લાનું વડુમથક એવો બોડેલી જેમાં 4 પંચાયતો ભેગી છે બોડેલી અલીપુરા ઢોલિયા અને ચાચક પણ આ પંચાયતોમાં આંગણવાડી નો અભાવ જોવા મળી રહ્યો છે
જેમાંથી એક અલીપુરા ની આંગણવાડીનું મકાન ન હોવાને કારણે તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર એ રાજીનામુ  ધરી દેતા તે પણ ચાર્જ માં ચલાવવા માં આવતી હોવાની ચર્ચા જોવા મળી રહી છે
   બોડેલી નગરની ચાર જુથ ગ્રામ પંચાયતોની વસ્તી 26 હજાર ઉપરાંત હોવા છતાં 1હજાર ની વસ્તીમાં એક આંગણવાડી નો રેશિયો હોવા છતાં આ ચાર પંચાયતમાં માત્ર છ આંગણવાડી કાર્યરત છે જેમાં બોડેલી માં બે, અલી ખેરવામાં બે, અને ઢોકલીયા તેમજ ચાચક પંચાયતમાં એક એક મળી કુલ છ આંગણવાડી કેન્દ્ર કાર્યરત છે
      પેહલા બોડેલી ગ્રામ પંચાયતના ધાનકવાળા વિસ્તારમાં સમાજ કલ્યાણ હસ્તક ચાલતી આંગણવાડી પાછલા દસ બાર વર્ષથી બંધ છે  જે અંગે બોડેલી જુથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એક વર્ષ અગાઉ  ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી આંગણવાડી ચાલુ કરવા માટેની દરખાસ્ત બોડેલી TDO તેમજ CDPO ને મોકલવામાં આવી છે
       બોડેલી નગરની ચાર પંચાયત પૈકી  અલીખેરવા  પંચાયતમાં 8 હજાર ઉપરાંત ની વસ્તી હોવા છતાં ત્યાં પણ માત્ર બે જ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે જેમાં નું એક અલી ખેરવા માં છે અને બીજું કેન્દ્ર અલીપુરામાં છે જે કેન્દ્રનું મકાન પોતાનું નથી ત્યાં ભાડાના મકાનોમાં આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે છે
       બોડેલી નગરમાં ચાર જેટલી પંચાયતો હોય ત્યારે અહીં વધુ આગણવાડીઓ ચાલુ કરવા માટે બોડેલી અલીપુરા ઠોકલીયા અને ચાચક વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220907-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *