Gujarat

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી

આ બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોએ વિજિલન્સ સેલમાં અધિકારીઓની નિમણુંક કરવી, સી.સી.ટી.વી. કેમેરાના વાર્ષિક સર્વિસ કોન્ટ્રાકટ, ખર્ચના બીલો મંજુર કરવા, ઓવરડ્રાફટ, ગવર્નમેન્ટ સિકીયુરિટી તથા બેંકના રોકાણ, શાખાવાર થાપણ લક્ષ્યાંક-સિદ્ધિની નોંધ, ધિરાણના દસ્તાવેજો અંગે પ્રમાણપત્ર, સભાસદોને સેરની રકમની ચુકવણી,ખેતી વિષયક ધિરાણ, બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ધિરાણ, સહકારી મંડળીઓના મંત્રી નિમણૂકની બહાલી, કર્મચારીઓના વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, જરૂરિયાત મુજબના સાધનોની ખરીદીવગેરે બાબતે મંત્રીશ્રી સમક્ષ ચર્ચા કરી હતી. જે બાબતે મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપી સૂચન કર્યા હતાં.

 

આ તકે મંત્રીશ્રીએ ઉપસ્થિત ડિરેકટર્સ તથા બેંકના સભ્યોને જણાવ્યું હતું કે જે રીતે આપણી અંગત પેઢીને જાળવીએ છીએ તેમજ કાળજી લઇએ છીએ તેજ પારદર્શીતાથી બેંકનો વહીવટકરવા સૂચન કર્યું હતું. સમયસર કારોબારી તથા અન્ય મિટીંગો યોજવી, પારદર્શકતા ન દાખવતા સભ્યોને જરૂરી કાર્યવાહી કરી દૂર કરવા,બેંક હેઠળ આવતી મંડળીઓમાં જો કોઈ ગેરવહીવટ ધ્યાને આવે તો બ્રાન્ચ મેનેજર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવા, ઓવરડ્રાફટ પર વ્યાજના દર નક્કી કરવા, બેંકને વધુ ફાયદો થાય તે મુજબના રોકાણો કરવા, ખેડૂતો કોઈ રીતે છેતરાય નહીં તેમજ તેમને વધુમાં વધુ લાભ મળે તે દિશામાં નિર્ણયો કરવા સૂચન કરી જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

 

આ બેઠકમાંવાઈસ ચેરમેન શ્રી રાજેશભાઇ વાદી, મેનેજીંગ ડીરેકટર શ્રી લુણાભા સુમણીયા, ડિરેકટર સર્વેશ્રી પ્રવિણસિંહ ઝાલા, શ્રી બલદેવસિંહ જાડેજા, શ્રી ધરમશીભાઇ ચનીયારા, ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી પી.એસ.રોલા, નોડલ ઓફીસર શ્રી જી.એમ. જાડેજા, ઇન્ચાર્જ મેનેજર શ્રી કે.એચ. જોશીસહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

વિરેન્દ્રસિંહ પરમાર૦૦૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *