કેશોદ શહેરના ડો.આંબેડકર નગર વણકર વાસ ઉતાવળી નદીના કાંઠે રહેતા રાજેશભાઇ પીઠાભાઇ ચુડાસમાનો ૧૩ વર્ષ ૭ માસનો દિકરો સુખદેવ તા.૦૪/૦૮/૨૦૨૨ને ૭ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ગુમ થયો છે. તેમની ઉંચાઇ ૫ ફુટ, બાધો પાતળો અંગે રંગ ઘઉવર્ણ છે. તેમના જમણા હાથમાં ઓમ ત્રાજવાથી ત્રોફાવેલ છે. તેમણે લીલા કલરનો શર્ટ અને કાળા કરલનું પેન્ટ પહેરેલ છે. તે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષા જાણે છે. આ કિશોરની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કેશોદ પોલીસે જણાવ્યું છે.
