Gujarat

કોમ્પ્રીહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટમાં સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવી..

ભરત ગંગદેવ

અમરેલી જિલ્લામાં બાગાયત કચેરી દ્વારા નવી યોજના કોમ્પ્રીહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટમાં સહાય આપવામાં આવે છે. આ સહાયનો લાભ મેળવવા ઇચ્છુક હોય તેઓએ ઓનલાઇન અરજી કરવાની રહે છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી જરુરી સા પુરાવાઓ સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, સરદાર ચોક, ચકકરગઢ રોડ, અમરેલીના સરનામે મોકલવાના રહેશે. વર્ષ ૨૦૨૨ – ૨૩ માટે તા.૪ ઓગસ્ટ થી તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી. ખેડૂતે અરજી કરતી વખતે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબર સહિતની વિગતો સાથે રાખવી. વધુ માહિતી અને વિગતો માટે બાગાયત કચેરીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર સંપર્ક કરવા, નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *