સોનાના વાયદાના ભાવમાં રૂ.238 અને ચાંદીમાં રૂ.281ની નરમાઈઃ કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ બુલડેક્સ વાયદામાં 240 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 402 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 204 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,55,557 સોદાઓમાં કુલ રૂ.24,077.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 240 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 402 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 204 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,12,626 સોદાઓમાં કુલ રૂ.7,199.75 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,070 અને નીચામાં રૂ.51,214ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.238 ઘટી રૂ.51,578ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 ઘટી રૂ.41,193 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.5,122ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,684ના ભાવે ખૂલી, રૂ.293 ઘટી રૂ.51,272ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,130ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,236 અને નીચામાં રૂ.66,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 281 ઘટી રૂ.66,718ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 394 ઘટી રૂ.67,888 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.411 ઘટી રૂ.67,891 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 17,997 સોદાઓમાં રૂ.3,821.36 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.4.50 વધી રૂ.286.45 અને જસત માર્ચ વાયદો રૂ.7.80 વધી રૂ.321ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.8.40 વધી રૂ.796.50 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.19.7 વધી રૂ.1,950.20 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.25 વધી રૂ.190ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 58,358 સોદાઓમાં કુલ રૂ.6,255.81 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,221ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,433 અને નીચામાં રૂ.8,122ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.275 વધી રૂ.8,180 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.60 વધી રૂ.357.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 932 સોદાઓમાં રૂ.106.79 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,930ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,330 અને નીચામાં રૂ.36,920ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.320 વધી રૂ.37,270ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,712ના ભાવે ખૂલી, રૂ.30 વધી રૂ.16804 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.991.90 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 28,724 સોદાઓમાં રૂ.4,315.82 કરોડનાં 8,334.971 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 83,902 સોદાઓમાં કુલ રૂ.2,883.93 કરોડનાં 424.850 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 38,971 સોદાઓમાં રૂ.5,064.19 કરોડનાં 61,45,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,387 સોદાઓમાં રૂ.1,192 કરોડનાં 33371250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 851 સોદાઓમાં રૂ.103.47 કરોડનાં 27825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 76 સોદાઓમાં રૂ.2.80 કરોડનાં 28.08 ટન, રબરના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.10 કરોડનાં 6 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,571.564 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 359.458 ટન, ક્રૂડ તેલમાં 1460000 બેરલ અને નેચરલ ગેસમાં 8625000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 190475 ગાંસડી, મેન્થા તેલમાં 309.24 ટન, રબરમાં 52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2419 સોદાઓમાં રૂ.223.28 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,023 સોદાઓમાં રૂ.79.66 કરોડનાં 1,050 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,131 સોદાઓમાં રૂ.116.56 કરોડનાં 1,179 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 265 સોદાઓમાં રૂ.27.06 કરોડનાં 269 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 618 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,334 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 199 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 7,995ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,153 અને નીચામાં 7,949ના સ્તરને સ્પર્શી, 204 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 254 પોઈન્ટ વધી 7,992ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,206ના સ્તરે ખૂલી, 240 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 68 પોઈન્ટ ઘટી 15,132ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 19,627ના સ્તરે ખૂલી, 402 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 272 પોઈન્ટ વધી 19933ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 63225 સોદાઓમાં રૂ.6,470.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.971.24 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.44.56 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,896.88 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.553.23 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 270.99 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.452 ખૂલી, ઊપરમાં રૂ.609.90 અને નીચામાં રૂ.415 રહી, અંતે રૂ.141.70 વધી રૂ.465.30 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.265 ખૂલી, ઊપરમાં રૂ.340 અને નીચામાં રૂ.181 રહી, અંતે રૂ.24.50 ઘટી રૂ.225 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.26 ખૂલી, ઊપરમાં રૂ.30.25 અને નીચામાં રૂ.23.45 રહી, અંતે રૂ.5.55 વધી રૂ.27.25 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.431 ખૂલી, ઊપરમાં રૂ.500 અને નીચામાં રૂ.386 રહી, અંતે રૂ.98.80 ઘટી રૂ.477.90 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.242 ખૂલી, ઊપરમાં રૂ.400 અને નીચામાં રૂ.208 રહી, અંતે રૂ.65 વધી રૂ.312 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.22.60 ખૂલી, ઊપરમાં રૂ.22.60 અને નીચામાં રૂ.17.85 રહી, અંતે રૂ.4.50 ઘટી રૂ.20 થયો હતો.
