ખંભાત
ખંભાત તાલુકાના નગરા ગામે રહેતી એક પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી તેના પતિ પાસેથી છૂટાછેડા લેવડાવી ઈદત સમય દરમિયાન પણ તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારી બાદમાં લગ્ન કરવાની ના પાડી દઈને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં પીડિતાએ ગુનો નોંધવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર નગરા ગામે રહેતી ૨૩ વર્ષે પરિણીતાના ૦૮/૦૫/૨૦૧૭ના રોજ ખંભાતમાં રહેતા યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ પહેલાં નગરા ગામે રહેતા સોઇલ આદમભાઈ વોરાએ તેણીને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ સોયલ પરિણીતાને પસંદ ન હોય તેથી પરિણીતાએ ના પાડી દીધી હતી. દરમિયાન સાસરીમાં રહેતી પરિણીતાએ પુત્રીને પણ જન્મ આપ્યો હતો. પીડિતા વારેવારે તહેવારો કે પ્રસંગોમાં નગરા ગામે આવતી હતી. ત્યારે સોઇલ તેને મળતો અને કહેતો કે મારી સાથે લગ્ન ભલે ન કર્યા, પરંતુ ફોન પર વાત તો કર, કહી પીડિતા પર દબાણ કરતો હતો. જાેકે પરિણીતાએ કોઈ મચક ન આપતા સોહેલ ખંભાત જવા લાગ્યો હતો અને પરિણીતાને મળીને વાત કરવા માટે જણાવતો હતો. જેથી પરિણીતાએ સોહેલ ખંભાત આવશે અને કોઈ તેમને બંને વાત કરતા જાેઈ જશે તો તેના સંસારમાં આગ લાગશે. તેમ માનીને તેણે મોબાઈલ પર વાત કરવાનું ચાલુ કર્યું હતું. જેથી કોઈ જાેઈ ના લે તેથી તેણીને વાતો દ્વારા વશમાં કરી લીધી હતી અને લગ્નની ઓફર કરી હતી. સાથે પતિ પાસેથી છૂટાછેડા લઈ લે અને હું મારી પત્ની પાસેથી છૂટાછેડા લઈ લઈશ તેમ જણાવીને વિશ્વાસમાં લીધી હતી. તે દરમિયાન સોયલ ખંભાત ખાતે પહોંચીને તેણે મળવા પણ લાગ્યો હતો. આ દરમિયાન સોયલે બંનેના ફોટા યાદગીરી માટે તેના મોબાઇલમાં ફોનમાં પાડી લીધા હતા. ત્યારબાદ સોહિલની પત્નીના હાથમાં મોબાઈલ ફોન આવી જતા તેણીએ બંનેના ફોટા ફેસબુક પર વાયરલ કરી દીધા હતા. જેથી પરિણીતાના પતિને ખબર પડી જતા જ તેણે ઝઘડો કરીને ૧૦/૦૨/૨૨ના રોજ છૂટાછેડા લીધા હતા. ત્યાર પછી પરિણીતા નગરા સોહીલના ઘરે રહેવા માટે ગઈ હતી, જ્યાં સવા બે મહિના સુધી ઘરમાં રહીને કોઈ પણ પુરુષનો ચહેરો પણ ન જાેવા વિતાવવાનો હતો. તેમ છતાં પણ સોહેલે તેણીની સાથે રોજરોજ દુષ્કર્મ ગુજાર્યું હતું. ઇદત પિરિયડ પૂરો થઈ ગયા બાદ લગ્નની વાત કરતા ગયેલ પણ સોયલ ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. તપાસ કરતા સોયલે પોતાની પ્રથમ પત્નીને ભાડેના મકાનમાં રાખી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે પૂછતા સોયલે તમને બંનેને રાખવાની છે, તેમ જણાવીને બાદમાં તેણીની સાથે લગ્ન કરવાની ના પાડીને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી પરિણીતાએ ખંભાત રૂલર પોલીસ સ્ટેશને આવીને પોતાની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


