Gujarat

ખીમીયુક્ત પોર્ટલના કેસમાં ઈમેલથી આઈટી રિટર્ન ભરી શકાશે

અમદાવાદ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો.ની અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, ઇન્કમટેક્સ વિભાગનું પોર્ટલ ખામીયુક્ત છે અને તેના લીધે લોકોને રિપોર્ટ ફાઇલ કરવામાં વિલંબ સર્જાય છે. વિલંબને લીધે તેમને પેનલ્ટી ચૂકવવી પડે છે. કેસની સુનાવણીમાં કોર્ટે હાજર અધિકારીઓને પૂછ્યું હતું કે, તમારી પાસે આ સમસ્યાનો કોઈ ઉકેલ છે? જ્યાં સુધી તેના પર કોઈ ર્નિણય ન આવે ત્યાં સુધી કોઈની સામે પેનલ્ટી વસૂલી શકાશે નહિ. હાજર અધિકારીઓ વતી એડવોકેટે ખંડપીઠને ખાતરી આપી હતી કે, ટેક્સ ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઇલ કરવા માટે બે અલગ ઈ-મેલ આઈડી બનાવાશે. પોર્ટલની ખામીને પણ દૂર કરવાનો પ્રયાસ કરાશે. અધિકારીઓએ રજૂઆત કરી હતી કે, રિટર્ન ભરવામાં કોઈ સમસ્યા સર્જાય તો તે માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવશે.ટેક્સ ઓડિટ રિપોર્ટ અને ઇન્કમટેક્સ રિટર્ન અપલોડ કરવામાં ટેકનિકલ ખામી સર્જાતી હોવાથી તેની મુદત લંબાવવા અને પોર્ટલ સિવાય અન્ય કોઈ વ્યવસ્થા કરવા દાદ માગતી અરજી હાઈકોર્ટમાં કરાઈ હતી, જેમાં જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે ટકોર કરી હતી કે, ‘કોઈ વ્યક્તિને ટેક્સ ઓડિટ રિપોર્ટ અપલોડ કરવો હોય અને પોર્ટલની ટેકનિકલ ખામીને લીધે તે અપલોડ ન કરી શકે તો તેણે પેનલ્ટી શું કામ ભરવાની?’ સુનાવણીમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે, ટેક્સ ઓડિટ રિપોર્ટ અને રિટર્ન બંને માટે અલગ ઇ-મેઇલ આઈડી બનાવાશે, જેના પર રિપોર્ટ અને રિટર્ન ફાઈલ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *