Gujarat

ખેડામાં માવઠું થતાં વાતાવરણમાં બાફ અને અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન

નડિયાદ
ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ બદલાયો છે. આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. તો બીજા દિવસે વહેલી પરોઢિયે જિલ્લાના અમુક સ્થળો ઉપર છુટો-છવાયા જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. રોડ ભીંજવે તેવો સામાન્ય વરસાદથી પાકમાં રોગચાળો થાય તેવી દહેશત ખેડૂતોને સતાવી રહી છે. આવા વાતાવરણને કારણે ઉનાળુ પાકને માઠી અસર પહોંચશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. ઠાસરા, ડાકોર તેમજ અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. ઉનાળામાં વરસાદી છાંટાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જાે કે આવા વાતાવરણના કારણે બાફ અને અસહ્ય ઉકળાટથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે.રાજ્યમાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણની અસર ખેડા જિલ્લામાં પણ જાેવા મળી રહી છે. વાતાવરણના પલટાને કારણે ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. સાથે સાથે ઉનાળુ પાક પર પણ જાેખમ ઊભું થયું છે. આ સાથે જ જિલ્લાના અમુક સ્થળો પર છૂટો છવાયા સ્થળોએ માવઠું થયું છે.

The-lives-of-farmers-are-at-stake.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *